સામાન્ય માનવીના હિત–કલ્યાણની ચિંતા કરતાં અંદાજપત્રને આવકારતાં મુખ્યમંત્રી રૂપાણી

  • March 03, 2021 06:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી પાંચ વર્ષમાં સરકારના વિવિધ વિભાગ, બોર્ડ, કોર્પેારેશન, સંસ્થાઓમાં અંદાજે નવી બે લાખથી વધુ ભરતી : મેન્યુફેકચરીંગ, ફાર્મા, એનર્જી, આઇ.ટી., પ્રવાસન, બેકિંગ અને સર્વિસ સેકટર જેવા વિવિધ ક્ષેત્રોમાં ૨૦ લાખ રોજગારીની તકો ઉભી થશે

 


મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી– નાણામંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આજે વર્ષ ૨૦૨૧–૨૨નું ગુજરાતનું વિકાસલક્ષી અંદાજપત્ર રજૂ કર્યુ હતું.  મુખ્યમંત્રી વિજય રૂપાણી છેવાડાના સામાન્ય માનવીના કલ્યાણની ચિંતા કરતાં તેમના હિતને સમાવી લેતાં ગુજરાતના વર્ષ ૨૦૨૧–૨૨ના અંદાજપત્રને આવકાયુ હતું.

 


વૈશ્વિક મહામારી કોરોનાકાળમાં પણ ગુજરાતે તેની ઉત્તમથી સર્વેાત્તમ બનવાની અવિતર વિકાસ યાત્રાને વધુને વધુ વેગવંતી બનાવી છે. તેના પરિણામે જ ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું . ૨.૨૭ લાખ કરોડથી વધુનું વિકાસલક્ષી અંદાજપત્ર આપીને આપણા મૂળ મત્રં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ.

 


મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં સરકારના વિવિધ વિભાગ, બોર્ડ, કોર્પેારેશન, સંસ્થાઓમાં અંદાજે નવી બે લાખથી વધુ ભરતી કરાશે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં મેન્યુફેકચરીંગ, ફાર્મા, એનર્જી, આઇ.ટી., પ્રવાસન, ફડ પ્રોસેસિંગ, હોસ્પિટાલિટી, ઇજનેરી, બેકિંગ અને સર્વિસ સેકટર જેવા વિવિધ ક્ષેત્રોમાં ૨૦ લાખ રોજગારીની તકો ઉભી થશે.   મુખ્યમંત્રી પાણીએ બજેટ અંગે પ્રતિક્રયા આપતાં કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી દ્રારા રજૂ કરાયેલા ગુજરાતના અંદાજપત્રમાં કૃષિ, ખેડૂતો અને પશુપાલકો માટે . ૭,૨૩૨ કરોડની જોગવાઇ, જળ સંપત્તિ માટે કુલ . ૫,૪૯૪ કરોડ જેમાં આદિજાતિ વિસ્તાર માટે . ૧,૩૪૯ કરોડ, કલ્પસર માટે . ૧,૫૦૧ કરોડ, શિક્ષણ વિભાગ માટે કુલ . ૩૨,૭૧૯ કરોડ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે . ૧૧,૩૨૩ કરોડ ફાળવવામાં આવ્યા છે.

 


આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ માટે . ૩,૫૧૧ કરોડ, પાણી પુરવઠા પ્રભાગ માટે . ૩,૯૭૪ કરોડ, સામાજિક, ન્યાય અને અધિકારીતા માટે ૪,૩૫૩ કરોડ, આદિજાતી વિકાસ માટે . ૨,૬૫૬ કરોડ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે . ૮,૭૯૬ કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે . ૧૩,૪૯૩ કરોડ, શ્રમ અને રોજગાર માટે . ૧,૫૦૨ કરોડ, માર્ગ અને મકાન માટે કુલ . ૧૧,૧૮૫ કરોડ, બંદરો અને વાહન વ્યવહાર માટે . ૧,૪૭૮ કરોડ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે . ૧૩,૦૩૪ કરોડ, કલાઇમેટ ચેન્જ વિભાગ માટે . ૯૧૦ કરોડ, ઉધોગ અને ખાણ વિભાગ માટે . ૬,૫૯૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે જે પૈકી પ્રવાસન માટે . ૪૮૮ કરોડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ માટે . ૬૫૨ કરોડની ફાળવવામાં આવ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેયુ હતું.

 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગ માટે . ૧,૮૧૪ કરોડ, કાયદો અને વ્યવસ્થા માટે કૂલ . ૭,૯૬૦ કરોડ, અન્ન અને નાગરિક પુરવઠા માટે . ૧,૨૨૪ કરોડ, મહેસૂલ વિભાગ માટે . ૪,૫૪૮ કરોડ, સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે . ૫૬૩ કરોડ, રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે . ૫૦૭ કરોડ, માહિતી અને પ્રસારણ માટે . ૧૬૮ કરોડ, કાયદા વિભાગ માટે . ૧,૬૯૮ કરોડ તેમજ સામાન્ય વહીવટ વિભાગ માટે . ૧,૩૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS