અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીના નિધનની ફેલાઈ અફવા, એક્ટ્રેસે આ રીતે જણાવ્યું જીવું છું...

  • May 04, 2021 08:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના કારણે ઘણા સેલેબ્સે દુનિયાને અલવિદા કહી દીધું છે. 80 અને 90 ના દાયકામાં ઘણી સુપરહીટ ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી લાંબા સમયથી બોલિવૂડની દુનિયાથી દૂર હતી, પરંતુ તેના ચાહકો હજી પણ તેના અભિનયના દિવાના છે. તાજેતરમાં જ તેના મૃત્યુની અફવાઓ શરુ થઈ હતી. ત્યારબાદ અભિનેત્રીએ તે જીવતી હોવાનો પુરાવો આપ્યો હતો.

 

 

અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાના ચાહકોને શાંતિની અનુભૂતિ કરાવી છે.  સોશિયલ મીડિયા પર મૃત્યુની અફવા વહેતી થયા બાદ મીનાક્ષી શેષાદ્રીના ચાહકોને લાગ્યું કે તેણીનું નિધન થઈ ગયું છે અને દરેક પ્લેટફોર્મ પર અભિનેત્રી વિશે વાત કરવાનું શરૂ થયું હતું. જો કે ત્યારબાદ મીનાક્ષીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે જાતે જ આ અફવા ખોટી સાબિત કરી હતી. 

 

 

અભિનેત્રીએ પોતાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે યોગ પોઝમાં બેઠેલી જોવા મળી રહી છે. ઉંમરની અસર અભિનેત્રીના ચહેરા પર દેખાય છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS