શું તમે જાણો છો કે હોમિયોપેથીક દવાઓથી અનેક ફાયદાઓ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બીમારીઓથી છુટકારો મેળવવા માટે કેટલાક લોકો અંગ્રેજી દવાઓ નું સેવન કરતા હોય છે, જ્યારે કેટલાક લોકો એલોપેથીક આયુર્વેદિક હોમિયોપેથી દવાઓ પર વિશ્વાસ કરતા હોય છે, પરંતુ વાત હોમિયોપેથીક મેડીસીન ની હોય તો તેની ટ્રીટમેન્ટ બીજી દવાઓના સરખામણીમાં ખૂબ જ લાંબી હોય છે, તેનાથી બિમારી જળથી જતી રહે છે અને તેની કોઈ આડઅસર પણ થતી નથી.

 

હોમિયોપેથીક દવાઓ પ્રાકૃતિક ઔષધિઓ મેળવીને બનાવવામાં આવે છે, જે છોડવા પશુઓ માંથી મળતા પદાર્થ કે ખનીજ પદાર્થોનું મિશ્રણ હોય છે. હોમયોપેથીક દવા બનાવવા માટે તાજી સુકી જડીબુટ્ટીઓ, સક્રિય કોલશો, લસણ, કેફીન, સ્ટિગિંગ વગેરેના ઉપયોગથી બનાવવામાં આવે છે. હા પદાર્થો સક્રિય તત્વ વિશિષ્ટ રીતે બહાર કાઢી પછી તેની ગોળીઓ, મલમ, તેલ અને ડ્રોપ્સમાં પરિવર્તિત કરવામાં આવે છે.

 

હોમિયોપેથીક દવાઓ બે પ્રકારની હોય છે. એક લોવર પાવર ઓફ મેડિસિન , જે શરદી એલર્જી દેશી જેવા કે અસ્થમા એક્ઝિમા વગેરેમાં આપવામાં આવે છે, બીજુ છે હાયર પાવર જેનો સ્તર 6 થી 1 લાખ પોર્ટેસી સુધી હોય છે. લોવર પોર્ટેસી અઠવાડિયામાં ચારથી છ વખત અને  હાયર પોર્ટેસી 7 થી 15 દિવસ લેવામાં આવે છે.


હોમિયોપેથિક દવાની અસર એ લોકો પર થાય છે જેઓ દારૂ, ગુટખા,ધુમ્રપાન,  એવું વ્યસન કરતા નથી અને તંદુરસ્ત જીવનશૈલીને અપનાવતા હોય છે.

 

હોમિયોપેથીક ચિકિત્સા એ ઉત્તકો ઉપર કામ કરે છે, ભાગ પ્રભાવિત થયા હોય છે. આ પદ્ધતિ વ્યક્તિની બીમારીને લઇને નહીં પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્યને સરખું કરવામાં કારગત નીવડે છે.

 

હોમિયોપેથીક દવાઓ લેતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. તેની સાથે જ યોગ્ય પ્રકારના ખાનપાનનો ધ્યાન પણ રાખવું જોઈએ કારણ કે જરાક અમથી ભૂલ પણ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે.


હોમિયોપેથીક દવાઓની સાથે આદુ, લસણ ડુંગળી જેવી તામસીક ચીજવસ્તુઓનું સેવન કરવું જોઇએ નહીં. હોમિયોપેથીક દવાઓ લેવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે તેના પર નજર કરીએ તો..


1. દવાને ક્યારે પણ ખુલી છોડવી જોઈએ નહીં, હોમિયોપેથીક ટ્રીટમેન્ટ દરમિયાન કોઈપણ પ્રકારની નશીલી ચીજ વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ નહિતર તેની અસર થતી નથી.


2. ક્યારે પણ હાથમાં લઈને દવા ખાવી જોઈએ નહીં અને તેને ઢાંકણની મદદથી મોઢામાં નાખવી જોઈએ.

 

3. દવા લીધા પછી દસ મીનીટ સુધી કંઈપણ ખાવું કે પીવું નહિ અને બ્રશ કરવાનું પણ ટાળવું.

 

4. હોમિયોપેથીક દવા લઈ રહ્યા હોય તો કોફી અને ચા પણ લેવા જોઈએ નહીં.

 

5. એ બાબતનું ધ્યાન રાખો કે પોતાના ખોરાકમાંથી ખાટી ચીજોની બાદબાકી કરવામાં આવે કારણ કે તેના કારણે પણ દવા  અસર કરતી નથી.

 

6. જો તમે હાર્ટ ડિસીઝ, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસના દર્દી હોય કે એપિલેપ્સીની દવા લઈ રહ્યા હોય તો હોમયોપેથીક દવા લેતા પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
 અને ક્યારેય પણ આ દવાઓ મિક્સ કરવી જોઈએ નહીં.

 

હોમિયોપેથીક દવાઓથી નુકસાન પણ થાય છે, જો યોગ્ય સાવધાની રાખવામાં આવે તો... જેમકે...

 

1 આ દવાઓ કોઈ ઇમરજન્સીની સ્થિતિમાં કામ આવતી નથી કારણ કે તેની અસર ધીમે ધીમે થાય છે.

 

2. સર્જરી કે અન્ય પરિસ્થિતિમાં જ્યારે દર્દીઓને તુરંત જ સારવારની આવશ્યકતા હોય છે ત્યારે હોમિયોપેથીક દવા તમારી કોઈ મદદ કરતી નથી.

 

3. એનિમિયા કે આયર્નની કમી હોય અને અન્ય તત્વોની કમી હોય તો આ દવા  બેઅસર નીવડે છે.

 

4. તેનો ઓવરડોઝ કરવાથી પેટમાં ઇન્ફેક્શન અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS