રૂદ્રોત્સવની રાત્રી એટલે મહાશિવરાત્રી... જાણો આજના દિવસનો મહિમા

  • February 21, 2020 01:30 PM 89 views

ભગવાન ભોળાનાથની આરાધના, સાધના કરવાથી સઘળા પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. મરકટ અને મલીન મન મિંદડુ બની અજબ શાતા અનુભવે છે. ચંચળ અને ચલિત ચિત ચંદનવનમાં ફેરવાય છે ‘દૂર’ કહેતા જ હર પ્રકારની પીડા દૂર થાય છે. યશ, માન, પ્રતિષ્ઠા, રિધ્ધિ સિધ્ધિ કદમ ચુમે છે. સફળતા સુફળતા ચોતરફ ઝુમે છે.ભગવાન શિવના સાંનિધ્યથી દૂર આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે. કારણકે શિવજી વૈદ્યનાથ કહેવાય છે.ભગવાન શંકર શક્તિના મહાપૂંજ છે. અત: એની પૂજા અર્ચના આરાધના કરવાથી અંગ અંગમાં અજબ આભા ઉભરે છે. જીવન આનંદમય સુખમય મંગલમય બને છે.


ભગવાન મહાદેવ મૃત્યુંજયી છે અત: દરેક પ્રકારના અકસ્માત તથા અકાળ મૃત્યુનો ભય ટળે છે. મોક્ષ મળે છે (એટલે જ મહામૃત્યુંજય મંત્રનો મહિમા છે) શિવશક્તિ અને અર્ધનારેશ્ર્વરની ઉભય ઉપાસના કરવાથી ગૃહસ્થજીવન મંગલમય બને છે. ૐ સામ્બા સદાશિવાય નમ:નું સતત રટણ કરવાથી ગૃહસ્થજીવનમાં કદી કોઈ આપતિ આવતી નથી પારિવારિક પ્રેમ અને પ્રસન્નતા વધે છે અને એની પમરાટ ચોતરફ પ્રસરે છે. ભગવાન કૈલાસપતિ કુબેરના અધિપતિ છે અત: એની આરાધના કરવાથી ઘરમાં અક્ષયભંડાર ભર્યા રહે છે કર અધુરમ મધુરમમાં ફેરવાય છે. રજ રજત બની જાય છે. લક્ષ્મી પ્રસન્નતા પૂર્વક પધારે છે અને ચંચલામાંથી સ્થિર બની લીલાલહેર કરાવે છે.


ભગવાન શંભુ સૌભાગ્યદાતા છે મા પાર્વતી ઈચ્છિત વરદાતા છે. તેમનું નિત્ય પૂજન દર્શન કરવાથી ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય છે. કન્યાને મનપસંદ અને યોગ્ય વરની પ્રાપ્તિ થાય છે. સૌભાગ્ય વધે છે.શિવનો અન્ય અર્થ થાય શ એટલે નિત્ય સુખ ઈ એટલે પુ‚ષ અને વ એટલે શક્તિ આ ત્રણેયનો ત્રિવેણીસંગમ એટલે શિવ હજુ જરા ગહેરાઈથી જોઈએ તો શેતે તિષ્ઠતિ સર્વ જગત... જેમાં સમસ્ત જગત શયન કરે છે જે અમંગલનો નાશ કરે છે જે સદા સર્વદા સર્વેનું કલ્યાણ કરે છે યાને શિ જે સર્વે પાપોનો નાશ કરવાવાળા વ એટલે મુક્તિદાતા છે એ ભગવાન શિવ છે અને એની આરાધના માટેનો અમુલો અવસર એટલે મહાશિવરાત્રી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application