આજથી અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ કરનાર માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત

  • May 05, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ સહિત ગુજરાતમાં આજથી રાજ્ય બહારથી પરત આવતા સમયે 72 કલાકમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવાયું છે અને જે વ્યક્તિના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તેને જ શહેરમાં પ્રવેશ અપાશે. અન્ય રાજ્યોમાંથી પ્રવેશનાર તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરવાનું ફરજિયાત બનાવાયું છે.

 


કોરોનાના કેસોનું સંક્રમણ અટકાવવા માટે પરપ્રાંતમાંથી આવનાર તમામ વ્યક્તિઓ માટે 72 કલાકમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું અને રીપોર્ટ નેગેટિવ હોવાનું ફરજિયાત બનાવાયું છે.

 


આ હેતુસર રાજ્ય સરકારની સૂચનાને અનુસરીને તા. 27 માર્ચ, 2021ના રોજ પરિપત્ર જારી કરીને આદેશ કરાયો હતો અને તેનો આજથી તા. 5મેથી અમલી બનાવવામાં આવ્યો છે.

 


અગાઉ અમદાવાદના રહેવાસીઓ માટે આવા કોઈ રિપોર્ટની જરૂર નહોતી. હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢતા કહેવામાં આવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સરકારથી અલગ છે? તો તેમને કોઈ નિયમ લાગુ પડતો નથી.

 


જેથી હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલા નિયમને રદબાતલ કરવામાં આવ્યો છે.  જેથી હવે 27 માર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પરિપત્ર લાગૂ પડશે. જેથી અન્ય રાજ્યમાંથી અમદાવાદમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ 72 કલાક પહેલાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. તેમજ નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS