મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતાં લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત, ક્લિક કરીને વાંચો સરકારના નવા આદેશ

  • March 24, 2021 08:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા વીસેક દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. 

 

 

ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન નોંધાયેલા નવા કેસમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરાતાં જાણવા મળ્યું કે નવા કેસમાં વધારે લોકો એવા છે જેઓ મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરી પરત આવેલા હોય અથવા તો તેમના સંપર્કમાં આવેલા હોય. આ વાતને ધ્યાનમાં લઈ અને હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતાં લોકોએ 72 કલાકની અંદર કરાવેલો કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ જરૂરી હશે. એટલે કે જેનો રિપોર્ટ નેગેટિવ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરનાર તમામ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ ફરજિયાતપણે કરવાનું રહેશે.  

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS