RSS વડા મોહન ભાગવતને કોરોના: નાગપુરની હોસ્પિટલમાં દાખલ

  • April 10, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને સારવાર માટે નાગપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. હોસ્પિટલના સૂત્રોના કહેવા પ્રમાણે ભાગવતને કોવિડ વોર્ડમાં દાખલ કરાયા છે. તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. અહીં તેમની તબિયત સ્થિર છે.
આરએસએસના એક સૂત્રએ સંઘ વડા કોરોના પોઝિટિવ થયા હોવાની પુષ્ટિ કરી છે.

 


ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નાગપુર, પુણે અને મુંબઈ કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. મોહન ભાગવત કોરોના સંક્રમિત થયાની જાણકારી આરએસએસના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર આપવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવત આજે બપોરે કોરોના પોઝિટિવ થયા છે. તેમને હાલ કોરોનાના સામાન્ય લક્ષણો છે, સામાન્ય તપાસ અને તકેદારીના ભાગરૂપે તેમને નાગપુરની કિંગ્ઝવે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS