પીએફ સેવિંગ માંથી રૂપિયા 37 કરોડ ની ઉઠાંતરી,  અધિકારીઓએ આચરેલા કૌભાંડનો પર્દાફાસ

  • August 07, 2021 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈપીએફઓ ની મુંબઇ ખાતેની પ્રાદેશિક કચેરી માં મોટુ નાણાંકીય કૌભાંડ આચરવામાં આવ્યું છે અને બનાવટી એકાઉન્ટ તેમજ દસ્તાવેજો દ્વારા રૂપિયા 37 કરોડ જેટલી રકમ ઉઠાવી લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં એવી હકીકત ખુલી છે કે સ્ટાફના કર્મચારીઓ અને કેટલાક અધિકારીઓ દ્વારા જ આ પ્રકારે કૌભાંડ આચરવામાં આવ્યું છે અને ૪ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

 

રૂપિયા ૩૭ કરોડની રકમ કટકે-કટકે કાઢી લેવામાં આવી હતી અને તેના માટે બનાવટી એકાઉન્ટ ઉભા કરવામાં આવ્યા હતા અને સ્ટાફના કર્મચારીઓની સંડોવણી બહાર આવી છે. મુંબઇના કાંદિવલી ખાતે આવેલી કચેરીમાં ઓડિટ ટીમને મોકલી દેવામાં આવી છે અને તેઓ જેટલા વ્યવહારો થયા છે તેની સમીક્ષા કરી રહ્યા છે.

 

તપાસમાં એવી હકીકત પણ ખુલી છે કે ઈપીએફ એકાઉન્ટ ની સામે બનાવટી કલેમ કરવામાં આવ્યા છે અને ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા તમામ ખાતાઓ ની ચકાસણી કરવામાં આવી રહી છે અને તમામ ખાતાઓ નું મૂલ્યાંકન તેમ જ વ્યવહારોની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

 

આ કૌભાંડમાં સોશિયલ સિકયુરીટી ઓફિસર પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે અને તમામ સંડોવાયેલા કર્મચારીઓ સામે પગલા લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021