પેટની તમામ સમસ્યાનો ઈલાજ છે આ લોટમાંથી બનાવેલી રોટલી

  • April 29, 2021 10:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વર્તમાન સમયમાં લોકોની વ્યસ્તજીવન શૈલીના કારણે કેટલાક ઘરોમાં વર્ષ ભરના ઘઉં ભરી અને તેમાંથી લોટ દળાવવાની પ્રથા બદલી ગઈ છે અને ઘરમાં બજારમાંથી તૈયાર લોટ લાવી તેની રોટલી ખાવાનો ટ્રેન્ડ વધ્યો છે. જો કે બજારનો લોટ લાંબા સમય સુધી સારો રહેતો નથી. થોડો સમય વધારે થાય તો તેમાં જીવાત થઈ જાય છે.  જ્યારે ઘઉંમાંથી દળાવેલા લોટ ઝડપથી ખરાબ થતા નથી તેનું કારણ છે કે તે લોટ શુદ્ધ અને ભેળસેળ વિનાનો હોય છે. 

 

 

બજારમાં તૈયાર મળતા લોટ તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં ઘણો સમય પસાર થઈ ચુક્યો હોય છે જેના કારણે ક્યારેક તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. પરંતુ ઘરના ઘઉંમાંથી તૈયાર કરેલો લોટ સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. 

 

 

સારી તંદુરસ્તી માટે જ્યારે પણ તમે લોટ દળાવો અથવા તો ઘરે દળવાના હોય ત્યારે તે ઘઉંમાં જુવાર, મકાઈ, જવ, રાગી, બાજરી, સોયાબીન પણ ભેળવી શકો છો. આ રીતે તમે મલ્ટીગ્રેન લોટ તૈયાર કરી શકો છો. જો તમે 15 કિલો ઘઉં લીધા છે તો પછી આ બધી વસ્તુઓ તેમાં એક કિલોના માપથી ઉમેરી દો.  આ લોટમાંથી બનાવેલી રોટલી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ પેટની બધી સમસ્યાઓ દૂર કરવા માટેના રામબાણ ઔષધિનું કામ કરશે.

 

 

આ લોટ અનેકગણો પૌષ્ટિક થઈ જાય છે. જેનાથી તે પાચનમાં સુધારો કરે છે. તે આંતરડાને સારી રીતે સાફ કરે છે. તેના કારણે પેટની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળી જાય છે. લોટથી બનાવેલી રોટલી ખાવાથી કબજિયાત, ગેસ, હરસ, માથાનો દુખાવો, થાક, નબળાઇ, ડાયાબિટીઝ, કોલેસ્ટ્રોલ, બીપી જેવી બધી સમસ્યાઓથી રાહત મળે છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS