જામનગરના પટણીવાડ વિસ્તારમાં જર્જરિત ઇમારતની છત ધરાશાયી
બનાવ સમયે છત નીચે કોઇ વ્યકિત ન હોવાથી જાનહાની ટળી
જામનગર શહેરમાં પ્રથમ વરસાદના રાઉન્ડ દરમિયાન પટણીવાડ વિસ્તારમાં સદ્દામ રેસ્ટોરન્ટ સામે આવેલી હુસૈની બાગ હોલની જૂની અને જર્જરિત ઇમારતની છત સોમવારે રાત્રે અચાનક ધરાશાયી થઈ હતી. બનાવ સમયે છત નીચે કોઇ વ્યકિત ન હોવાથી જાનહાની ટળી હતી.
શહેરમાં ગઇકાલે રાત્રીના વરસાદનું ભારે ઝાપટું વરસ્યું હતું. આ દરમ્યાન પટણીવાડ વિસ્તારમાં સદામ રેસ્ટોરન્ટ સામે આવેલી હુસૈની બાગ હોલની જૂની અને જર્જરીત ઇમારતની છત અચાનક ધરાશાયી થઇ હતી. આ ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. સદનસીબે ઘટના સમયે છત નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હોતી અને મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી હતી. શહેરમાં વરસાદી મોસમ દરમિયાન આવી જર્જરિત ઇમારતો લોકો માટે જોખમરૂપ બની શકે છે. સ્થાનિકોએ તંત્ર દ્વારા શહેરની જોખમી અને જર્જરિત ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application