દુકાનો ખૂલી, બજારમાં રોનક, પણ સાવધાની જરૂરી

  • May 21, 2021 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક મહિના પછી આજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના વિવિધ શહેરોમાં બજારો શ થઇ છે. રાયમાં કોરોના ના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ વેપારીઓ દ્રારા દુકાનો શરૂ કરવા ઉઠેલી તીવ્ર માંગણી અને અનુસંધાને રાય સરકાર દ્રારા લગાવેલું મીની લોકડાઉન આંશિક રીતે ઉઠાવી લેવામાં આવ્યું છે જેમાં હવે આજથી ૯:૦૦ થી લઇ ૩ વાગ્યા સુધી વેપાર–ધંધા ખુલ્લા રાખી શકાશે.આજે બજારો ખુલી જતા થોડી થોડી રોનક જોવા મળી રહી છે પરંતુ આ રોનકને લીધે વાઈરસ વધુ ન ફેલાય તે જોવાની જવાબદારી પણ લોકોની જ છે. માસ્ક અને સોશિયલ ડીસટન્સનું પાલન યોગ્ય રીતે થશે તો જ આ અનલોકનો લાભ મળશે.

 


રાજકોટ, મોરબી, જુનાગઢ, અમરેલી, જામનગર ભાવનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ સહિત શહેરોમાં આજે સવારે ૯:૦૦ થી બજારો રાબેતા મુજબ ધમધમતી હતી અને વેપારીઓના શ્વાસ હેઠા બેઠા હતા. છેલ્લા એક મહિનાથી બજારો બધં રહેતા ધંધામાં કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે.

 


દુકાનદારો અને કામ કરતા કર્મચારીઓ ૯:૦૦ પહેલા ધંધાના સ્થળે પહોંચી ગયા હતા અને દિવા,બત્તી પૂજા સાથે હવે આ સમય ફરી વખત ન આવે તેવી ભગવાન ને પ્રાર્થના સાથે વેપારના શ્રીગણેશ કર્યા હતા. સૌરાષ્ટ્ર્રમાં છેલ્લા એક સાહથી વેપારીઓ દ્રારા ધંધા–રોજગાર શ કરવા માટે સરકારમાં પ્રબળ માંગણી ઊઠી હતી અનેક શહેરોમાં વેપારીઓએ બધં રાખીને દુકાનો શ કરી દીધી હતી. આંશિક લોકડાઉન હટાવી લેતા ૨૮મી મે સુધી તમામ દુકાનો, વાણિય સંસ્થાઓ,લારી ,ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટિંગ યાર્ડ,સલુન, બ્યુટી પાર્લર સહિત વ્યવસાય એકમો સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. જોકે હજુ હોટલ, રેસ્ટોરન્ટ,સિનેમા ઘર,જિમ, કોચિંગ કલાસીસ શ કરવા માટે છૂટછાટ નથી આપવામાં આવી આથી આ સ્થળો બધં રહેશે.

 


મોરબીની મુખ્ય બજાર ધમધમી
મોરબીમાં આજથી તમામ વ્યાપાર, ધંધા સવારથી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લા. રાયમાં કોરોના સંક્રમણ ઘટતા લોકડાઉનમાં રાહત આપવા સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યેા છે. તમામ વેપારી, લારી– ગલ્લા સવારે ૯ થી બપોરે ૩ સુધી દુકાનો ખુલ્લા રાખી શકશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પીપાવાવમાં આ જાહેરાત કરી છે. જો કે, મોરબી સહિત ૩૬ શહેરોમાં રાત્રિ કર્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. છેલ્લા એક માસથી રાયમાં અમલી બનવાયેલ મીની લોકડાઉનથી વેપારીઓ હવે અકળાઈ ઉઠા હોય રાયભરના વેપારી સંગઠન અને ચેમ્બર દ્રારા લોકડાઉનના નિયંત્રણ ઉઠાવી લેવા માંગ કરવામાં આવી હતી. બીજી તરફ કોરોના હળવો થતા સરકારે વેપારીઓની લાગણી અને માંગણી આંશિક સ્વીકારી છે અને છૂટછાટ જાહેર કરી તમામ વેપાર, ધંધા બપોરે ત્રણ સુધી ખુલ્લા રાખવા નિર્ણય કર્યેા છે. રાયના ૩૬ શહેરોમાં મોરબીનો સમાવશે થતો હોવાથી આજે સવારર્થી મોરબીની મુખ્ય બજારો જેમકે નેહગેટ ચોક, પરાબજાર, સોનીબજાર, દાણાપીઠ, નવા ડેલા રોડ, સાવસર પ્લોટ, સુપર માર્કેટ, અને રવાપર રોડ સહિતની માર્કેટ આજ સવારથી ખુલ્લી ગઈ હતી આજે ઘણા સમય બાદ દુકાનો ખુલતા વેપારીઓમાં આનદની લાગણી જોવા મળી હતી

 

 

જેતપુરમાં ધંધા રોજગાર ચાલુ
જેતપુર શહેરમાં છેલ્લા એક માસથી સવારના ૮થી ૨ ધંધા રોજગાર બધં રાખેલ ચેમ્બર ઓફ કોમર્સે આપેલું લોકડાઉન આજે પૂર્ણ થતા આજથી તમામ ધંધા–રોજગારો આખો દિવસ ખુલ્લું રાખવા ચેમ્બર ઓફ કોમર્સે ધંધા ખુલ્લા રાખવા અપીલ કરી છે પણ મુખ્યમંત્રીએ ગઈકાલે એવી જાહેરાત કરી કે તા.૨૮ સુધી સવારના ૯થી બપોરના ૩ વાગ્યા સુધી ખુલ્લું રાખી શકાશે. રાત્રી કરફયુ યથાવતર હેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS