રાજકોટમાં વિનામૂલ્યે સારવાર આપતી રોલેકસ–SNK કોવિડ હોસ્પિટલ શરૂ

  • May 04, 2021 01:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીએપીએસના સંતોએ પૂજા વિધિ કરી: એચ.સી.જી.હોસ્પિટલના તબીબો સેવા આપશે: હોસ્પિટલ માટે મળ્યું માતબર દાન: પ્રથમ દિવસે જ ૨૫ દર્દીઓ દાખલ

 કોરોનાના ઘટતા જતા આંકડાઓ વચ્ચે આજે શ્રેીઓના પ્રયાસોથી દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપતી કોર્પેારેટ હોસ્પિટલ શ થઇ ગઈ છે. આજે પ્રથમ દિવસે ૨૫ દર્દીને એડમીશન આપવામાં આવ્યું છે. યુનિવર્સીટી રોડ ઉપર આવેલી એસ.એન.કે.સ્કુલ ખાતે શ થયેલી આ રોલેકસ–એસ.એન.કે. હોસ્પિટલ શરૂ કરતા પહેલા બી.એ.પી.એસ.ના અપૂર્વમુની સહિતના સંતોએ પૂજા વિધિ કરી હતી અને આ હોસ્પીટલમાં આવનારા દર્દીઓને જલ્દી સાજા થાય તે માટે આશીર્વાદ આપ્યા હતા. ગઈ કાલે જ એચ.સી.જી. હોસ્પિટલના ડો. અગ્રવાલ વગેરેએ તૈયારીની સમીક્ષા કરી હતી અને દર્દીઓને દાખલ કરવા માટે લીલીઝંડી આપી હતી.

 


આ આયોજન સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર, આ હોસ્પિટલ શ કરવા માટે માતબર દાન પ્રા થયું છે અને હજુ આ સરવાણી ચાલી રહી છે. ખાસ કરીને રોલેકસ  બેરીન્ગના મનીષભાઈ માદેકાએ ૧.૭૫ કરોડ પિયા અને રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્રારા ૧.૫૦ કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ છે. આ સિવાય રાય સભાના સભ્ય રામભાઈ મોકરીયાએ ૨૧ લાખ અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા ૫૧ લાખ પિયા આપવામાં આવ્યા છે. રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન, શાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને મેટોડા એસોસિએશન દ્રારા પણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે.

 


હોસ્પીટલના સુત્રોના જણાવ્યા અનુસાર, આ સુવિધામાં આઇસીયુ સપોર્ટ નથી, અને જે દર્દીઓ ને આવા સપોર્ટ ની જર છે અથવા જેને આવા સપોર્ટની જર પડી શકે છે તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં અને તેઓ એ આ સેંટર માં નોંધણી કરવી નહીં.

 

 


૧) પેશન્ટપેશન્ટ ના સગાઓ એ એડમિશન ની જાણકારી મેળવા માટે કોલ સેન્ટર નં (૬૩૫૮૮૪૫૬૮૪) પર કોલ કરવો.
૨) કોલ સેન્ટર ટીમ ના મેમ્બર પેશન્ટ નો આધાર કાર્ડ નંબર, આર.ટી.–પી.સી.આર અથવા એંટીજેન કોવિડ પોઝીટિવ રિપોર્ટ અને એચ. આર. સી. ટી વોટસેપ દ્રારા માંગશે.
૩) કોલ સેન્ટર ટીમ ના મેમ્બર કોલર ને ઓપીડી આઈડી અને એપોઇન્ટમેન્ટનો સમય વોટસેપ દ્રારા જણાવા માટે એક કલાકની રાહ જોવાનું જણાવશે.
૪) એકવાર તેને ઓપીડી આઈડી અને એપોઇન્ટમેન્ટ ટાઈમ વોટસએપ દ્રારા મળી ગયા પછી પેશન્ટ રોલેકસ એસ.એન.કે. કોવિડ સેન્ટર માં વધુ માં વધુ બે વ્યકિતઓ સાથે આવશે.
૫) ઓપીડી માટે રોલેકસ એસ.એન.કે. કોવિડ સેન્ટરમાં આવતા દર્દી એ તેઓને વોટસએપ મેસેજ થી જણાવેલ તમામ ફરજિયાત ડોકયુમેન્ટ આધારકાર્ડ, આરટી–પીસીઆર અથવા એન્ટિજેન કોવિડ પોઝીટિવ રિપોટર્સ સાથે લાવાના રહશે. તેની ખાતરી કરવા માટે, દર્દીને ઓપીડી આઈડી આધારકાર્ડ, આરટી–પીસીઆર અથવા એન્ટિજેન કોવિડ પોઝીટિવ અને એચઆરસીટી રિપોટર્સ વિના સેન્ટર માં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં,
૬) સેંટરના ડોકટર નક્કી કરશે કે દર્દીને સેન્ટરમાં કરવા કે નહીં અને તેઓનો નિર્ણય અંતિમ રહશે.

 


સૂત્રોએ જણાવ્યું છે કે... ૧) સેન્ટરમાં કોઈ વોક–ઇન્સની મંજૂરી રહેશે નહીં, કૃપા કરીને ગેટ પર રાહ જોશો નહીં, પૂર્વ નોંધણી વગર કોઈપણને કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમે કેન્દ્રની બહાર લાઇન બનાવીને ફકત તમારા અને પોતાના પ્રિયજનોના જીવનને જોખમમાં મૂકશો. ૨) ફોન લાઇન્સ રોજ સવારે ૮ વાગે ચાલુ થઈ જશે અને કોલ સેંટર એજેંટસ ફોન લેવાનું તથા એડમિશ્મની રિકવેસ્ટ લેવાનું ચાલુ કરશે. ૩) સુધીને બેડ ખાલી હશે ત્યાર લગીનેજ કોલ સેંટર એજેંટસ ફોન લેશે. ૪) જો આપ રેકોડિગ સાંભળો એનો મતલબ એમ સમજવો કે તે દિવસના તમામ બેડ ભરેલ છે અને એકેય ખાલી બેડ નથી અને તેથી તમો બીજી હોસ્પિટલ માં તપાસ કરવા જનવાયુ છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS