રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદે ચાલુ રહેશે

  • June 14, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીમ ઈન્ડિયા આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે




વલ્ર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હાર છતાં રોહિત શર્માની કેપ્ટનશિપને કોઈ ખતરો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડને હિટમેન પર પૂરો વિશ્વાસ છે. ભારતીય ટીમ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝના લાંબા પ્રવાસે જઈ રહી છે. યાં બે ટેસ્ટ, ત્રણ વન–ડે અને ચાર ટી–૨૦ ઈન્ટરનેશનલ મેચ રમશે. આ દરમિયાન ટેસ્ટ સીરિઝમાં રોહિત જ ટીમનો કેપ્ટન રહેશે. રોહિત જોકે, ડોમીનિકા કે પોર્ટ ઓફ સ્પેનમાં રમાનારી ટેસ્ટ (૨૦થી ૨૪ જુલાઈ)માં જો કોઈ મોટી નહીં ઈનિંગ્સ રમે છો તો બીસીસીઆઈના અધિકારીઓ અને નેશનલ સિલેકશન કમિટી પર આકરો નિર્ણય લેવાનું દબાણ ઊભું થશે.





બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, 'એ પાયા વિહોણી વાત છે કે, રોહિતને કેપ્ટન પદેથી હટાવી દેવાશે. હા, શું તે પૂરા બે વર્ષના ડબલ્યુટીસી (વલ્ર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) ચક્રમાં તે સ્થાને રહેશે, એ એક મોટો સવાલ છે, કેમકે ૨૦૨૫માં ત્રીજું ચક્ર પું થયા પર તે લગભગ ૩૮ વર્ષનો હશે. હાલ માં માનવું છે કે, શિવ સુંદર દાસ અને તેના સહયોગીઓને બે ટેસ્ટ પછી અને તેના બેટિંગ ફોર્મને જોઈને નિર્ણય કરવો પડશે.'





હકીકતમાં બીસીસીઆઈ અન્ય સ્પોટર્સ બોર્ડથી અલગ રીતે કામ કરે છે. ભારતીય બોર્ડમાં ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે, યારે ટીકા ચરમસીમા પર પહોંચી જાય છે, તો નિર્ણય નથી લેવાતો. સૂત્રએ કહ્યું કે, 'વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પછી ડિસેમ્બરના અતં સુધી કોઈ ટેસ્ટ નથી, યારે ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. એટલે પસંદગીકારો પાસે વિચાર–વિમર્શ કરવાનો અને નિર્ણય લેવાનો પૂરતો સમય છે. ત્યાં સુધી પાંચમા પસંદગીકાર (નવા અધ્યક્ષ) પણ સમિતિમાં સામલે થઈ જશે અને ત્યારે નિર્ણય લેવામાં આવી શકે છે.'




જો લોકો ભારતીય ક્રિકેટની જાણકારી રાખે છે, તે જાણે છે કે, યારે વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં શ્રેણી હાર્યા પછી ટેસ્ટ કેપ્ટનશિપ છોડી હતી, તો રોહિત શઆતમાં ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા વધારે ઉત્સુક ન હતો, કેમકે તેને જાણ ન હતી કે તેનું શરીર સાથ આપશે કે નહીં. સૂત્રએ કહ્યું કે, 'એ સમયના બે ટોચના અધિકારીઓ (પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ) લોકેશ રાહત્પલ દક્ષિણ આફ્રિકામાં કેપ્ટન તરીકે પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યા બાદ તેને (રોહિતને) આ ભૂમિકા નિભાવવા માટે રાજી કરવા પડા.' નાગપુરની પડકારજનક વિકેટ પર ઓસ્ટિ્રલિયાની સામે ૧૨૦ રનના શાનદાર સ્કોર સિવાય રોહિતે એ પ્રકારની ઈનિંગ્સ નથી રમી, જેવી આશા તેના જેવા ખેલાડી પાસે રાખવામાં આવે છે. રોહિતે ૨૦૨૨માં ટેસ્ટ કેપ્ટનશિપ સંભાળ્યા બાદથી ભારતે ૧૦ ટેસ્ટ રમી, જેમાંથી ત્રણમાં તે નહોંતો રમ્યો. તેણે આ દરમિયાન ૭ ટેસ્ટમાં ૩૯૦ રન બનાવ્યા હતા. જેમાં તેણે એક સદી ફટકારી હતી, પરંતુ એ સિવાય બીજી કોઈ ઈનિંગ્સમાં ૫૦ રનથી વધારે બનાવી શકયો ન હતો. યારે બીજી તરફ વિરાટ કોહલીએ એ બધી ૧૦ ટેસ્ટ રમી હતી. જેમાં તેણે ૧૭ ઈનિંગ્સમાં ૫૧૭ રન બનાવ્યા અને અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે ૧૮૬ રન તેનો સર્વેાચ્ચ સ્કોર રહ્યો. ચેતેશ્વર પુજારાએ આ દરમિયાન ૮ ટેસ્ટની ૧૪ ઈનિંગ્સમાં ૪૮૨ રન બનાવ્યા, જેમાં બે અણનમ ઈનિંગ્સ પણ સામેલ રહી. તેની સરેરાશ ૪૦.૧૨ રહી, પરંતુ તેણે ૯૦ અને ૧૦૨ રનની બે ઈનિંગ્સ બાંગ્લાદેશની નબળી ટીમ સામે રમી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application