ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વ અને લઈને તેની તુલના મોટાભાગે રોહિત શર્મા સાથે કરવામાં આવે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની ફ્રેન્ચાઇઝીના બંને કેપ્ટન છે. પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાનું માનવું છે કે આ ભારતીય ટીમની ખુશનસીબી છે કે તેને વિરાટ અને રોહિત શર્માના રૂપમાં બેસ્ટ નેતૃત્વ કરનારા ક્રિકેટર મળ્યા.
વર્ષ 2017માં કોહલીએ દરેક ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટન સંભાળી હતી ત્યારે મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટનશિપ છોડી જ્યારે વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માએ ટીમનું નેતૃત્વ કર્યું હતું.આકાશે જણાવ્યું હતું કે ભારતીય ટીમના નેતૃત્વમાં બદલાવ કરવાની શક્યતા છે અને કોહલી આગામી કેટલાક સમયે મોટી ટ્રોફી જીતવામાં સફળ નહીં થઈ શકે તો આમ થઈ શકે છે.
આકાશ ચોપરા એ પોતાના યુ-ટ્યુબ વિડીયોમાં જણાવ્યું હતું કે ભારતીય ટીમ કોચ કિસ્મત છે કે આગામી છ મહિના કે એક વર્ષ સુધી ટીમ ઇન્ડિયામાં કોઈ પરિવર્તન થાય છે તો મને ખબર નથી પરંતુ વિરાટના પ્રદર્શનથી કોઈ ફરક નહીં પડે. કારણ કે તેઓ એક કક્ષા સુધી પહોંચી ચૂક્યા છે જ્યાંથી નીચે તેઓ આવી શકે તેમ નથી ભલે તેઓ કેપ્ટન હોય કે નહીં તેઓને તેનાથી કોઈ ફરક પડતો નથી.
તેમણે આગળ જણાવ્યું હતું કે એક ટીમની રીતે ક્યારેક ક્યારેક દિશા અલગ હોઈ શકે છે પરંતુ જ્યારે તમે એક લેવલ સુધી પહોંચી જાવ છો ત્યારે લોકો માટે તમે બ્રાન્ડ બની ચુક્યા હોવ છો. મારે એ કહેવાની જરૂર નથી કે રોહિત શર્મા એક રેડીમેઇડ પસંદ છે. અને સાથે રહેવાની સૌને જરૂર છે.
કોહલીની કેપ્ટનશિપમાં ભારતે સીમીત ઓવરોમાં મોટી ટ્રોફી નથી જીતી, 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલ સુધી પહોંચવાથી લઈ 2019 ની icc વર્લ્ડકપસુધી સેમિફાઇનલમા ન જવા સિવાય. બીજી બાજુથી રોહિતે 2018 થી લઈ એશિયા કપમાં ખિતાબી મેચમાં તેમનું નેતૃત્વ કર્યું હતું જ્યારે કેપ્ટનની રીતે તેનો આઈપીએલનો રેકોર્ડ ખૂબ જ સારો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationમુંબઈ : વિરારની કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 13 દર્દીના મોત
April 23, 2021 08:33 AMગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા
April 22, 2021 07:39 PMરાજકોટની વરવી વાસ્તવિકતા, એમ્બ્યુલન્સમાં અંતિમવિધિ માટે એક સાથે 4-4 મૃતદેહ લવાયા
April 22, 2021 07:25 PMરાજકોટ : ઓક્સિજનની અછત, લોકો કહી રહ્યા છે, "ઓક્સિજનને કારણે અમારા સ્વજન મોતને ભેટશે"
April 22, 2021 07:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech