રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે જીત મેળવીને રચ્યો ઈતિહાસ, હવે આ મામલે ધોની છોડ્યો પાછળ

  • February 05, 2024 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. હૈદરાબાદની હાર બાદ ટીમ ઈન્ડિયાએ આજે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ પર જોરદાર વળતો પ્રહાર કર્યો છે. રોહિત શર્માની ટીમે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હાર માટે મજબૂર કરી દીધું છે. ભારતે 106 રનના વિશાળ માર્જિનથી પોતાની જીતની નોંધાવી છે. ભારતની આ જીત સાથે 5 ટેસ્ટ મેચની સીરીઝ હવે 1-1થી બરાબર થઈ ગઈ છે. રોહિત શર્માની કપ્તાનીમાં રમાયેલી 13 ટેસ્ટમાં આ 7મી જીત છે, પરંતુ તેની જીત અગાઉની 6 જીતથી અલગ છે. કેમ કે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ જીત દ્વારા ઈતિહાસ રચ્યો છે. વિશાખાપટ્ટનમની જીત એટલી ખાસ છે કે તેના કારણે હવે ધોનીને પણ રોહિતએ પાછળ છોડી દીધો છે.


રોહિત હવે પ્રથમ એશિયન કેપ્ટન બની ગયો છે જેણે તેના બેઝબોલ યુગમાં ઇંગ્લેન્ડને ટેસ્ટ મેચમાં હરાવ્યું હોય. રોહિત શર્માએ ઈંગ્લેન્ડને હરાવીને ઈતિહાસ રચ્યો ત્યારે એમએસ ધોની પણ પાછળ રહી ગયો. રોહિત હવે ભારતીય ટીમનો એવો કેપ્ટન બની ગયો છે, જેણે ધોની કરતાં વધુ આંતરરાષ્ટ્રીય મેચો જીતી છે. ધોનીના ખાતામાં 295 જીતેલી મેચમાં હતી. વિઝાગમાં ઈંગ્લેન્ડ સામે જીતેલી મેચ રોહિતની 296મી મેચ હતી. જો કે આ મામલે ભારતીય રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જે અત્યાર સુધી 313 જીતેલી મેચમાં ભારતીય ટીમ સાથે રહ્યો છે.


જો કેપ્ટન તરીકે રોહિતની ટેસ્ટ કારકિર્દી પર નજર કરીએ તો તેણે 54 ટકા મેચો જીતી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેની જીતની ટકાવારી 50 છે. પરંતુ, છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં બેટ્સમેન તરીકે તેની નિષ્ફળતા ટીમ ઇન્ડિયા માટે ચિંતાજનક છે. રોહિત ટેસ્ટમાં છેલ્લી 8 ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. ભારતે ચોક્કસપણે સીરીઝ બરાબર કરી લીધી છે. પરંતુ, જો આ સિરીઝ જીતવી હોય તો રોહિત માટે ફોર્મમાં આવવું ખૂબ જ જરૂરી છે. ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application