રોબોટે કર્યા યોગ, મસ્કની પોસ્ટ જોત જોતામાં થઇ વાઈરલ

  • September 26, 2023 07:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજના સમયમાં ટેક્નોલોજી દરરોજ કંઈકને કંઈક અદ્ભુત રજૂ કરી રહી છે, પરંતુ એક એવા રોબોટ વિશે છે જેને જોઈને સૌ કોઈ  આશ્ચર્યચકિત થઈ ગયા છે. એલોન મસ્કની કંપની ટેસ્લાએ તેના હ્યુમનૉઇડ રોબોટ ઑપ્ટિમસનો ખૂબ જ સારો વીડિયો શેર કર્યો છે, જેમાં હ્યુમનૉઇડ રોબોટ ઑપ્ટિમસ વિવિધ પ્રકારના યોગ કરતો જોવા મળે છે. વીડિયોની શરૂઆતની કેટલીક સેકન્ડમાં રોબોટ માણસની જેમ કામ કરી રહ્યો છે અને પછીના વીડિયોમાં તે સંતુલન અને સરળતા સાથે યોગ કરતો જોવા મળે છે.


ટેસ્લા ઓપ્ટીમસ દ્વારા બનાવેલ વિડીયો અનુસાર, ઓપ્ટીમસ તેના હાથ અને પગને  પોતાની રીતે કેલિબ્રેટ કરી શકે છે. આ સિવાય રોબોટ માણસોની જેમ કામ કરી રહ્યો છે, આ વીડિયો ટેસ્લા ઓપ્ટીમસના ઓફિશિયલ એક્સ  એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.


વિડિયો બતાવે છે કે ટેસ્લાબોટ હવે ટેસ્લા કાર જેવા એન્ડ-ટુ-એન્ડ ન્યુરલ નેટવર્ક પર ચાલી રહ્યું છે, જે વિડિયો ઇનપુટ્સ પર પ્રક્રિયા કરી શકે છે અને કંટ્રોલ આઉટપુટ જનરેટ કરી શકે છે. આ સિવાય સીઈઓ એલોન મસ્કએ વીડિયો પર પ્રોગ્રેસ લખીને પ્રતિક્રિયા આપી છે. છેલ્લે નમસ્તે કહેતા રોબોટનો પોઝ શેર કર્યો છે. ઈન્ટરનેટ યુઝર્સ રોબોટની નવી ક્ષમતાઓથી ખૂબ પ્રભાવિત થઈ રહ્યા છે, અને પોસ્ટ પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.


ઘણા યુઝર્સ એલોન મસ્કની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં તેઓ અલગ-અલગ કોમેન્ટ કરીને તેના રોબોટ વિશે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application