રાજકોટઃ જૂનાગઢના સોની વેપારીના 5 સોનાના બિસ્કીટ લઈ બે ગઠીયા ફરાર

  • July 09, 2021 09:44 AM 

રાજકોટમાં ગુરુવારે ભરબપોરે લુંટની ઘટના બનતા સનસનાટી મચી ગઈ છે. સોની બજારમાંથી બે ગઠિયા એક વેપારી પાસેથી લાખોનું સોનુ લઈ ફરાર થઈ જતા પોલીસે નાકાબંધી કરી દીધી છે.

 

આ અંગે મળતી માહિતી અનુસાર મળૂ જુનાગઢના સોની વેપારીને બે ગઠીયા પોલીસ હોવાનું જણાવી છેતરી ગયા છે. આ ઘટનામાં સોની વેપારીને બંને ક્રાઇમ બ્રાંચમાંથી આવે છે અને બેગ ચેક કરવાનું છે તેમ કહી થેલામાં રાખેલા સોનાના 5 બિસ્કીટ લઇ ગઠિયા ફરાર થઈ ગયા હતા.

 

જુનાગઢથી 27 વર્ષીય દિપકભાઇ જાગીયા નામનો યુવાન રાજકોટ આવ્યો હતો. તે રીક્ષામાં બેસી જઈ રહ્યો હતો ત્યારે 2 લોકો સ્કુટરમાં આવ્યા અને પોલીસ છે અને થેલો ચેક કરવાનો છે તેમ કહી થેલો ચેક કરવા લાગ્યા. આ ચેકિંગ દરમિયાન સોનાના બિસ્કિટ લઈ બંનેએ યુવાનને થેલો પાછો આપ્યો અને યુવાન થેલો ચેક કર્યું તો જાણવા મળ્યું કે તેમાંથી સોનાના બિસ્કિટ ગાયબ છે. આ વાત જાણી યુવાનને બેઘડી ચક્કર આવી ગયા. ત્યારબાદ તેણે સ્વસ્થ થઈ પોલીસ સ્ટેશન પહોંચી ત્યાં ફરિયાદ નોંધાવી.  

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS