રાજકોટમાં બે વર્ષમાં 56 લૂંટ, 118 ખૂન, 203 બળાત્કાર

  • March 03, 2021 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શ થયુ છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્રારા મુખ્યમંત્રી (ગૃહ)ને રાયમાં ગુનાહિત કૃત્યો અંગે પ્રશ્ન અલગ–અલગ રીતે પ્રશ્ને પૂછવામાં આવ્યા હતા. જેનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. રાયમાં દરરોજ ૨૦ લોકો આત્મહત્યા કરતા હોવાનું સામે આવ્યુ છે. સૌરાષ્ટ્ર્રની રાજધાની રાજકોટ માં છેલ્લા બે વર્ષ દરમિયાન ૫૬લૂંટના બનાવ ,૧૧૮ ખૂનના બનાવો ૯૦૩ ચોરી ,૨૦૩ બળાત્કાર ,૩૨૦ અપહરણ, ૧૩૯૫ આત્મહત્યા ,૨૭૬ ઘરફોડ ચોરી ,૧૩૮ રાયોટીગ, ૨૯૨૫ આકસ્મિક મૃત્યુ ,૪૨૫૭ અપમૃત્યુ અને ૧૦૯ ખુન ની કોશિશ અને ૬૫જેટલા ઈસમોની ધરપકડ કરવાનો બાકી હોવાનુ વિધાનસભાની પ્રશ્નોત્તરીમા બહાર આવ્યુ છે.

 


રાજ્યમાં દરરોજ ૨ કરતા વધુ લુંટની, ૩ જેટલા ખુનની, દૈનિક ૩૦ જેટલી ચોરીની ઘટના, દૈનિક ૪ કરતા વધુ બળાત્કારની ઘટના, દરરોજ ૭ જેટલી અપહરણની ઘટના, દરરોજ ૨૦ લોકોની આત્મહત્યા, ૫૭ લોકો અપમૃત્યુના, દૈનિક ૩૭ જેટલા આકસ્મિક મૃત્યુની ઘટના નોંધાય છે.

 


રાયમાં છેલ્લા ૨ વર્ષમાં લુંટની ૧૫૨૦, ખૂનની ૧૯૪૪, ધાડની ૩૭૦, ચોરીની ૨૧૯૯૫,બળાત્કારના ૩૦૯૫, અપહરણ ૪૮૨૯, આત્મહત્યાના ૧૪૪૧૦, ઘરફોડ ચોરીના ૬૧૯૦, રાયોટીંગના ૨૫૮૯, આકસ્મિક મૃત્યુના ૨૭૧૪૮, અપમૃત્યુના ૪૧૪૯૩, ખૂનની કોશીશની ૧૮૫૩ ઘટનાઓ નોંધાઇ છે. આવી ઘટનાઓમાં સંડોવાયેલા ૪૦૪૩ ઇસમોની ધરપકડ કરવાની બાકી છે.

 


અમદાવાદમાં લુંટ અને બળાત્કારની ૨ વર્ષમાં સૌથી વધુ ઘટનાઓ સામે આવી છે યારે સુરતમાં સૌથી વધુ લોકોની હત્યા થઇ છે.રાજકોટ. અમદાવાદ–સુરતનો જેમ જેમ વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ ક્રાઇમના ગુનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS