શહેરભરના રસ્તાઓ ગણતરીની મિનિટોમાં બની ગયા વાઈનની નદી સમાન !

  • September 12, 2023 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોર્ટુગલના એક નાનકડા શહેર સાઓ લોરેન્ઝો ડી બેરોમાં એક ડિસ્ટિલરીમાં અકસ્માત પછી એક ચોકાવનારું દૃશ્ય જોવા મળ્યું હતું. રેડ વાઇન શહેરની શેરીઓમાં  નદીની જેમ વહેતી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે 600,000 ગેલન વાઇન વાળું એક બેરલ અચાનક તૂટી પડ્યું. અહેવાલ મુજબ, આ ઘટના રવિવારના રોજ સો લોરેન્ઝો ડી બેરોમાં બની હતી, જે એક પહાડી સ્થળ છે. આ ઘટનાના કેટલાક ફોટો અને વિડીયો પણ વાઈરલ થઇ રહ્યા છે, જે મુજબ જોઈ શકાય છે કે કેવી રીતે એક ટેકરી પરથી લાલ રંગનું પાણી વહેતું જોવા મળે છે. આ શહેરની વસ્તી માત્ર બે હજાર લોકોની છે.


આ ઘટના પર પર્યાવરણ નિષ્ણાતોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સર્ટિમા નદી વાઇન બની જાય તે પહેલા તેને રોકવા માટે તંત્ર દ્વારા પગલાંમાં આવ્યા છે. અહેવાલ મુજબ અનાડિયા ફાયર વિભાગની મદદથી અકસ્માતને અટકાવી શકાયો છે. વાઈનના પ્રવાહને અટકાવી નદીથી દુર વાળવામાં આવ્યો છે. નદીને બદલે તે નજીકના ખેતરમાં વહી ગઈ.
​​​​​​​ 

લેવિરા ડિસ્ટિલરીએ આ ઘટના માટે માફી માંગતું નિવેદન જારી કર્યું. ડિસ્ટિલરી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે સફાઈ અને નુકસાન સાથે સંકળાયેલા ખર્ચની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. અમારી ટીમ આ માટે વળતર આપશે. અમે શક્ય તેટલી ઝડપથી આ પરિસ્થિતિને ઉકેલવા માટે કરીશું. 


માર્ચ 2020 માં, અહેવાલ હતો કે 1,000 લિટર બોટલ્ડ કેન્ટિના સેટેકાની રેડ વાઇન વહી હતી ત્યારે પાણીની પાઈપોમાં અને ઘરોના નળ અને શાવર માંથી વાઈન નીકળતી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application