રાજકોટના 500થી વધુ લોકોને કરાયા કોરોન્ટાઈન, RMCએ જાહેર કર્યું લિસ્ટ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજકોટમાં પણ કોરોનાનો એક પોઝિટિવ નોંધાયો છે. હાલ દર્દી સારવાર હેઠળ છે. જો કે હવે શહેરમાં કોરોનાના કેસમાં વધારો ન થાય તે માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર ખડેપગે જોવા મળે છે. આજે સવારના સમયે લોકડાઉન વચ્ચે પણ રસ્તા પર ફરવા નીકળી પડેલા લોકોને પોલીસએ અટકાવી અને ઘરે પરત મોકલ્યા હતા. 

 

આ સાથે જ રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નર ઉદિત અગ્રવાલએ આજે રાજકોમાં વિદેશથી આવેલા અને કોરોન્ટાઈન કરેલા લોકોના નામ જાહેર કર્યા છે. જેમાં શહેરના લગભગ  500થી વધુ લોકોને કોરોન્ટાઈન કરાયા છે. આ તમામ લોકો વિદેશ પ્રવાસ કરી શહેરમાં પરત ફર્યા છે. આ તમામને શહેરમાં આવ્યાની તારીખથી 14 દિવસ માટે કોરોન્ટાઈન પીરિયડમાં રહેવા આદેશ કરાયા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS