તાવ, શરદી-ઉધરસ-કફ હોય તેવા અરજદારોએ ન જવું આધાર કેન્દ્રોએ, RMCની સુચના

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજકોટ મહાનગરપાલિકાના આધાર કેન્દ્રો પર અરજદારોનો ધસારો વધારે રહેતો હોય છે. તેવામાં હાલનાં સંજોગોમાં વિશ્વમાં નોવેલ કોરોના વાઈરસનું સંક્રમણ ખુબ વધ્યું છે. તેમજ આ વાઇરસનાં સંક્રમિત દર્દી તરફથી ચેપ ફેલાવાનું જોખમ વધુ રહે છે. જે અન્વયે સાવચેતીનાં ભાગરુપે તાવ, શરદી-ઉધરસ-કફ હોય તેવા અને શ્વાસ લેવામાં તકલીફ હોય એવા અરજદારોને આધાર કેન્દ્રોથી પરત મોકલવામાં આવશે. આ વાતને ધ્યાનમાં લઈ આવી બીમારીથી અસરગ્રસ્ત અરજદારોએ આધાર કેન્દ્રોની મુલાકાત લેવી નહીં.


 
રાજકોટ શહેરમાં વસતા નાગરીકો માટે રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ સેન્ટ્રલ ઝોન ઢેબરભાઈ રોડ, વેસ્ટ ઝોન ૧૫૦ ફૂટ રીંગ રોડ અને ઇસ્ટ ઝોન, ભાવનગર રોડ ખાતે આધાર નોંધણી કન્દ્રોનો કાર્યરત્ત છે. ત્યાં સાવચેતીનાં ભાગરૂપે નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બીમાર વ્યક્તિઓ અને ખાસ સીનીયર સીટીઝનએ આધાર કેન્દ્રોની મુલાકાત ન લેવા માટે અપીલ કરવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS