રાજકોટના આરકે ગૃપ પર દરોડાનો મામલો, ખોલવામાં આવ્યું એક બેન્કનું લોકર, 3 કરોડ રૂપિયાથી છલોછલ ભરેલું લોકર જોઈ અધિકારીઓ સ્તબ્ધ

  • September 03, 2021 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ આર કે ગ્રુપ પરના આવક વેરાના દરોડા મામલે આજે વધુ એક ઘટસ્ફોટ થયો છે. આર કે ગ્રુપના એક જ બેન્ક લોકરમાંથી 3 કરોડ રૂપિયા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. બિલ્ડર ગ્રુપના સીલ કરેલા 25 લોકર ખોલવાનું  કામ શરુ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી પહેલા 150 ફૂટ રીંગરોડ પરની સહકારી બેંકની બ્રાંચનું લોકર ખોલાયું હતું.

 


આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર બેન્કનું લોકર છલોછલ રોકડથી ભરેલું હતું. આ જોઈ અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ લોકર ખુલ્યા બાદ અન્ય લોકરોમાંથી પણ મોટી રકમ મળવાની આશંકા વધી છે. હવે આ નાણાં બિનહિસાબી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. 

 

ઉલ્લેખનીય છે કે આવક વેરા વિભાગ દ્વારા આર કે ગૃપના 40 સ્થળોએ દરોડા પાડી 6.40 કરોડ જપ્ત કર્યા હતા. હવે આ રીતે અન્ય લોકરમાંથી રોકડ, ઝવેરાત અને દસ્તાવેજ મળી આવવાની આશંકા સેવાઈ રહી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS