યશરાજ ફિલ્મ સાથેનો કરાર સુશાંતે ખતમ કર્યો હતો, પોલીસે નોંધ્યું રિયાનું નિવેદન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ ઘણા પ્રોડયુસર્સ અને ડાયરેક્ટર્સ પર સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતમાં પોલીસે સુશાંતની મિત્ર રિયા ચકરવરતીનું નિવેદન નોંધી લીધું છે. લગભગ 9 કલાક ચાલેલી પૂછપરછમાં ઘણા જવાબો સામે આવ્યા છે. આ દરમિયાન રિયાએ યશરાજ ફિલ્મ્સના કોન્ટ્રાક્ટ વિશે મોટો ખુલાસો કર્યો છે.

 

રિયા ચક્રવર્તીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે યશરાજ ફિલ્મ્સ સાથે પોતાનો કોન્ટ્રેક્ટ ખતમ કરી નાખ્યો હતો. સુશાંતે રિયાને પણ પોતાનો કોન્ટ્રાક્ટ ખતમ કરવા અંગે જણાવ્યું હતું. આ નિવેદન બહુ મોટું વિરોધાભાસી સાબિત થઇ શકે છે કારણ કે આ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે યશરાજ ફિલ્મસે સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કરવાની મનાઈ કરી દીધી છે. જ્યારે રિયાનું નિવેદન કંઈક અલગ જ જણાવી રહ્યું છે.

 

ગુરુવારે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવતી સહિત સુશાંતની પીઆર ગતિવિધિઓને હેન્ડલ કરનારી રાધિકાની અને પૂર્વ મેનેજર સ્મૃતિ મોદી સાથે પણ પોલીસે ચર્ચા કરી અને નિવેદનો નોંધ્યા હતા, આ સિવાય સુશાંતના મિત્ર મહેશ શેટ્ટી સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી.

 


ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી. તેમના મોત બાદ બોલિવૂડ સહિત ઘણા નામી પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને કંપની સવાલોના દાયરામાં છે.

 


યશરાજ ફિલ્મ સિવાય કરણ જોહર અને સલમાન ખાન સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે, હાલ સુશાંતની મોતનું સાચું કારણ હજી સુધી સામે આવ્યું નથી પરંતુ પોલીસ અંગે તપાસ કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS