IPL 2021: એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા પર તોળાતું પ્રતિબંધનું જોખમ

  • April 26, 2021 09:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈપીએલમાં રમતી ચાર ટીમના  કેપ્ટન એમએસ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઓયન મોર્ગન પર પ્રતિબંધનું જોખમ તોળાઈ રહ્યું છે. આઈપીએલની આ સીઝનમાં તેમના પર એક મેચ માટે પ્રતિબંધ લગાવી શકાય છે. ધીમા ઓવર રેટ માટે ચારેય કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હવે જો ચારમાંથી કોઈપણ કેપ્ટન આ ભૂલને બે કરતા વધારે વખત પુનરાવર્તિત કરશે તો તેમને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવશે.

 

 

ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન કોહલીને દંડ ફટકારવામાં આવ્યો છે. ચેન્નઇના કેપ્ટન ધોની અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિતને દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધની મેચ માટે દંડ અને કે.કે.આર.ના કેપ્ટન મોર્ગનને ચેન્નઈ સામેની મેચ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો.

 

 

બીસીસીઆઈએ એક નિયમ બનાવ્યો છે જે અનુસાર દરેક ટીમે તેમની 20 ઓવર 90 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. પહેલા નિયમ હતો કે 20મી ઓવર 90 મિનિટમાં શરૂ થવી જોઈએ. પરંતુ હવે દોઢ કલાકની અંદર 20 ઓવર પૂરી કરવી પડે છે. જો આ ઓવરનો ટાઈમ વધુ લેવામાં આવે તો કેપ્ટન સામે કાર્યવાહી કરવામાં આવે છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS