રિયા ચક્રવર્તી લોકોને મદદ કરવા આવી આગળ, ઈંસ્ટા પર શેર કર્યો ખાસ મેસેજ 

  • April 24, 2021 08:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસ દેશભરમાં ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે. લોકો ખૂબ જ ખરાબ અને દયનીય સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી સોનુ સૂદ જેવા કલાકારો સતત લોકોને મદદ કરી રહ્યા છે. આ યાદીમાં હવે અભિનેત્રી રિયા ચક્રવર્તીનું નામ પણ જોડાઈ ગયું છે. કોરોના સંકટમાંથી પસાર થતા લોકોને મદદ કરવા રિયા આગળ આવી છે. 'જલેબી' ફિલ્મ ફેમ અભિનેત્રી રિયાએ પોતાની આ કહેવા માટે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. રિયાએ લખ્યું હતું કે તેમને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો તેના માટે મેસેજ કરી શકો છો. હું મારી ક્ષમતા પ્રમાણે મદદ કરવાનો પ્રયત્ન કરીશ.

 

 

રિયા ચક્રવર્તી  કોરોનાની આ બીજી લહેર વચ્ચે લોકોને મદદ કરવા આગળ આવી છે, તેણે ઇન્સ્ટા સ્ટોરી શેર કરતી વખતે લખ્યું હતું કે, 'ખરાબ સમય લોકોને કનેક્ટ કરે છે. જો હું તમારી કોઈપણ રીતે મદદ કરી શકું તો કરીશ. તમે મને મેસેજ પણ મોકલી શકો છો, હું મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ મદદ કરવા માટે '.

 

 

જણાવી દઈએ કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી રિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હતી. પરંતુ હવે તે ધીરેધીરે લાઈમલાઈટમાં આવી રહી છે. રિયા ચક્રવર્તી ટુંક સમયમાં ફિલ્મ 'ચહેરે'માં પણ જોવા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સહિતના દિગ્ગજ કલાકારો પણ છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS