રિયાએ સુશાંત સાથેના ચેટના શેર કર્યા સ્કીનશોટ્સ, સુશાંત પોતાની બહેનથી હતો નારાજ

  • August 09, 2020 03:02 PM 536 views

સુશાંત સિંહ રાજપુત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીએ સુશાંત સાથેની પોતાની વાતચીતના સ્ક્રીનશોટ્સ શેર કર્યા છે. આ વોટ્સએપ ચેટમાં સુશાંતે પોતોની બહેન પ્રિયંકાના રિયા સાથેના વ્યવહાર વિશે વાત કરી છે. સુશાંતના પરિવારે રિયા પર સુશાંતને આત્મહત્યા માટે પ્રેરવાના આરોપ લગાવ્યા છે.

 

રિયાએ આ સ્ક્રીનશોટ્સ મીડિયા સાથે શેર કર્યા હતા. તેમાં સુશાંત કહી રહ્યા છે કે તેમની બહેન પ્રિયંકા તેના મિત્ર અને રૂમમેટ એવા સિદ્ધાર્થ પિઠાણીને ભડકાવી રહી છે. રિયાએ જ્યારે સુશાંતની ખબર પૂછવા મેસેજ કર્યા ત્યારે સુશાંતે જવાબ આપ્યો કે ઠીક નથી. મારી બહેન સિદને ભડકાવી રહી છે.

 

ચેટની શરૂઆતમાં સુશાત રિયાનો આભાર માનતા કહે છે,’તમારો પરિવાર ખુબ જ સુંદર છે. શૌવિક દયાળુ છે અને તુ પણ. તુ મારી છો. મારામાં આવેલા પરિવર્તનનું ખરુ કારણ તુ છો, જે મને વિશ્વસ્તરની રાહત આપે છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application