બ્રિટનના વડાપ્રધાન લીઝ સામે સત્તાધારી જૂથનો બળવો

  • October 15, 2022 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મૂળ ભારતીય ઋષિ સુનક ફરી વડાપ્રધાન પદ ની રેસમાં આવી ગયા, સરકાર સામે અનેક સાંસદોનો વિરોધ





બ્રિટનમાં સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી ની અંદર નવાજૂની થવાના એંધાણ છે કારણ કે વડાપ્રધાન લીઝ સામે સત્તાધારી પાર્ટી એ બળવો કર્યો છે અને અનેક સાંસદો દ્વારા વડાપ્રધાનની સામે અસંતોષ અને વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને તેમને પદ પરથી હટાવી દેવાની રમત શરૂ થઈ છે.




બ્રિટનના અખબારોએ એવા અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે કે મૂળ ભારતીય ઋષિ સુનક ફરિવાર વડાપ્રધાન પદની રેસમાં આવી ગયા છે. અખબારોએ જણાવ્યું છે કે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં એવું તારણ નીકળ્યું છે કે ટોરી પાર્ટીના લગભગ અડધા સમર્થકો એમ માને છે કે લીઝના રૂપમાં ખોટા નેતાને ચૂટી લેવામાં આવ્યા છે.




સર્વેમાં એવી હકીકત પણ બહાર આવી છે કે પાછલી ચૂંટણીમાં કંજરવેટીવ પાર્ટી માટે મતદાન કરનારા લોકો પૈકી 62% લોકોએ એમ કહ્યું છે કે વડાપ્રધાન તરીકે અયોગ્ય વ્યક્તિની પસંદગી થઈ ગઈ છે અને હવે તેમને હટાવવા જરૂરી છે જ્યારે 15% લોકો મહિલા વડાપ્રધાનની તરફેણમાં રહ્યા છે.




આ પ્રકારની હલચલ થી હવે ટોરી પાર્ટીના સંસદીય દળ ની અંદર સૌથી વધુ વોટ મેળવનાર ઉમેદવારોમાંથી વિકલ્પ માટે વિચારણા શરૂ થઈ ગઈ છે અને તેમાં ભારતીય મૂળના ઋષિ સુનક સ્પર્ધામાં આવી ગયા છે અને તેઓ સૌથી આગળ હોવાનું માનવામાં આવી રહ્યું છે.



એ જ રીતે વડાપ્રધાન પદની રેસમાં હાઉસ ઓફ કોમન્સ ના નેતા મોરડોટ પણ સામેલ રહ્યા છે. આમ બ્રિટનના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં વડાપ્રધાનને હટાવીને કોઈ બીજાને બેસાડવા માટેની કાર્યવાહી થઈ શકે છે અને તે માટેની રમત અંદરખાને ચાલી રહી છે.




મહિલા વડાપ્રધાન દ્વારા અર્થતંત્રની બાબતમાં અને નાણાકીય બાબતોમાં લેવામાં આવેલા કેટલાક નિર્ણયો ને પગલે ભારે અસંતોષ પેદા થયેલો છે અને હવે છે વધુ તીવ્ર બની ગયો છે ત્યારે તેમને હટાવવા માટેની ગોઠવણો થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application