શું ક્યારેય સાંભળ્યા છે પશ્ચિમ નમસ્કારના ફાયદા વિશે ?

  • June 14, 2021 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ સ્ટ્રેસએ જિંદગીનો મહત્વપૂર્ણ બની ગયો છે, દરેક વ્યક્તિ માનસિક સમસ્યામાંથી પસાર થઈ રહી છે તેવામાં ખુદને સ્વસ્થ રાખવા માટે યોગનો સહારો લઈ શકો છો આમ તો તમામ યોગ ફાયદેમંદ છે પરંતુ આજે અમે પશ્ચિમ નમસ્કાર આસન વિશે વિગતવાર વાત કરીશું. પશ્ચિમ નમસ્કાર આસનને કરવાથી સ્ટ્રેસ, એગ્ઝાઈટી, એંગર જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. જે લોકોને થાઇરોડ અથવા તો પાચનતંત્રની સમસ્યા છે તેમના માટે પશ્ચિમ નમસ્કાર આસન મહત્વપૂર્ણ સાબિત થાય છે. 

 

આ આસનને કરવાથી માસપેશીઓના લચીલી બને છે. ફેફસાંને પણ પશ્ચિમ નમસ્કાર આસનથી ઘણા ફાયદા થાય છે. તમે આ આસનને દરરોજ કરી શકો છો. પશ્ચિમ નમસ્કાર આસન કરવાથી તમારું પોશ્ચર થઈ સુધરે છે અને શરીરનું સ્ટ્રેચિંગ પણ થઈ જાય છે.  

 

પશ્ચિમ નમસ્કાર આસાન શું છે? : 

 

પશ્ચિમ નમસ્કાર આ આસનમાં હાથને જોડીને નમસ્કાર કરવાના હોય છે અને હાથને આગળથી નહિ પરંતુ પીઠ પાછળ જોડવાના હોય છે. આ આસનને કરવાથી ખભા અને તેની આસપાસની મસલ્સ સ્ટ્રેચ થાય છે. પશ્ચિમ નમસ્કાર આસન શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યો છે. આ આસનને રિવર્સ પ્રેયર પોઝ પણ કહેવામાં આવે છે.

 

પશ્ચિમ નમસ્કાર આસન કરવાની રીત : 

 

1. આ આસનને તમે બેસીને અથવા તો ઉભા રહીને કરી શકો છો.

2. બંને હાથને પાછળની તરફ લઈ જવા. 

3. હાથને જોડીને પ્રાર્થનાની પોઝીશનમાં આવવું. 

4. આ આસનને કરતી વખતે ઉંડા શ્વાસ લો અને છોડો. 

5. આ પોઝિશનમાં ઓછામાં ઓછી 30 સેકંડ સુધી રહેવું. 

6. આ અવસ્થાને બેથી ત્રણ વખત રીપીટ કરવું. 

 

પશ્ચિમ નમસ્કાર આસનના ફાયદા : 

 

1. પશ્ચિમ નમસ્કાર આસન કરવાથી બોડીની સ્ટ્રેચિંગ થાય છે. તમે કસરત પહેલા આ આસન કરી શકો છો. 

2. પશ્ચિમ નમસ્કાર આસન કરવાથી અપર બેક, જોઈન્ટસ, ખભાના મસલ્સ લચીલા બને છે.  

3. જો તમારા કોલરબોન, કાંડા અથવા તો ખભામાં ભારેપણું અથવા તો દુખાવો હોય તો પછી નમસ્કાર કરવાથી તે દૂર થાય છે. 

4. પશ્ચિમ નમસ્કાર આસન કરવાથી બોડીનું પોશ્ચર વ્યવસ્થિત થાય છે અને શરીર ટોન થાય છે. 

5. જો તમને પાચનની સમસ્યા હોય તો પણ તમને પશ્ચિમ નમસ્કાર આસન અથવા તો રિવર્સ પ્રેયર પોઝ કરવો જોઈએ. તે પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS