એસટી બસ પોર્ટમાં કોરોના ગાઈડલાઈનનો ઉલાળિયો

  • March 28, 2021 02:00 AM 

રાજકોટમાં દરરોજ 1200થી વધુ બસ અને 50 હજારથી વધુ મુસાફરોની અવરજવર ધરાવતા ઢેબર રોડ સ્થિત એસટી બસ પોર્ટમાં કોરોના ગાઈડલાઈન્સનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. નીતિ-નિયમો જાણે કાગળમાં રાખવા માટે જ હોય તેવા દ્રશ્યો બસ પોર્ટમાં નજરે પડે છે. સ્ટાફ માસ્ક પહેરતો નથી, સોશિયલ ડિસ્ટન્સના નામે શૂન્ય છે અને સેનેટાઈઝર અદ્રશ્ય થઈ ગયા છે.

 


રાજકોટ એસટી બસ પોર્ટમાં આવતા જતા મુસાફરોએ માસ્ક પહેર્યું છે કે નહીં? તેનું ચેકિંગ કરી દંડ વસુલાય છે પરંતુ એસટી બસના ડ્રાઈવરો, કંડકટરો તેમજ અન્ય સ્ટાફ માસ્ક પહેયર્િ વિના ખુલ્લેઆમ ફરે છે તેમને પુછનાર કોઈ નથી. વેઈટિંગ લોન્જની વિઝિટર્સ બેન્ચમાં તેમજ બસમાં પણ સોશિયલ ડિસ્ટન્સના નામે શૂન્ય છે. હાથ ધોવા માટે કયાંય સાબુ કે સેનેટાઈઝર જોવા મળતા નથી.

 


કોરોના ગાઈડલાઈન્સ અનુસાર હાલમાં બસની કુલ બેઠક ક્ષમતાના 75 ટકા મુસાફરોને જ બસમાં બેસાડવાના તેવો નિયમ છે પરંતુ અહીં તો કુલ કેપેસીટીથી 25 ટકા વધુ મતલબ કે 125 ટકા મુસાફરોને ઘેંટા-બકરાની જેમ બસમાં બેસાડવામાં આવી રહ્યા હતા કોઈ રોક ટોક નથી. ઉપરોકત પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ મુસાફરો બસમાં બેસે કે ઉતરે ત્યારે કોરોના ટેસ્ટ કરાય છે આથી મુસાફરો કોરોના પોઝિટિવ આવે છે!

 


રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક, ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર, ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર અને ડેપો મેનેજર સહિતનો ડેપો સ્ટાફ બસ પોર્ટને કોરોના પોર્ટ બનતુ અટકાવવા તત્કાલ કાર્યવાહી કરે તેવી પ્રબળ લોકમાગણી ઉઠવા પામી છે. બસોની સાફસફાઈ, વોશિંગ અને સેનિટાઈઝેશન નિયમિતપણે થાય તે પણ ઈચ્છનીય છે.

 

બસ પોર્ટમાં ટેસ્ટ બુથની સાથે વેક્સિનેશન કેમ્પ પણ શરૂ કરો
રાજકોટ એસટી બસ પોર્ટમાં હાલમાં કોરોનો એન્ટિજન ટેસ્ટ બુથ કાર્યરત કરાયું છે તે રીતે વેક્સિનેશન કેમ્પ પણ શ કરવામાં આવે તેવી મુસાફર જનતામાંથી માગણી ઉઠવા પામી છે. મુસાફરો ઉપરાંત એસટીના ડ્રાઈવરો-કંડકટરો સહિતના સ્ટાફે વહેલીતકે વેક્સિનેશન કરાય તે જરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS