હોર્ડિંગ્સની આવકનો ટાર્ગેટ ગત વર્ષ જેટલો જ રૂપિયા પાંચ કરોડ રખાયો

  • March 15, 2021 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા હોર્ડિંગ્સની આવકના ટાર્ગેટમાં સામાન્ય રીતે પ્રતિ વર્ષ ઉત્તરોત્તર વધારો કરાતો હોય છે પરંતુ લોકડાઉન અને વૈશ્ર્વિક મહામારી કોરોનાકાળમાં વ્યાપાર ઉદ્યોગ જગતમાં આવેલી ભારે મંદીની અસર આઉટડોર એજન્સીઓ પર પણ પડી હોય આ વર્ષે મહાપાલિકાએ હોર્ડિંગ્સની આવકના ટાર્ગેટમાં કોઇ જ વધારો કરવાનું મુનાસીબ માન્યું નથી અને ગત વર્ષે હતો તેટલો જ રૂ.પાંચ કરોડની આવકનો લક્ષ્યાંક બજેટમાં રાખવામાં આવ્યો છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે મંદીની અસર જાહેરખબર જગત પર પણ પડી હોય વિશેષ આવક નહીં થઇ શકે તેવું જણાતા અંદાજપત્ર અંતર્ગત એસ્ટેટ શાખાએ હોર્ડિંગ્સની આવકનો ટાર્ગેટ ા.પાંચ કરોડ સુચવ્યો હતો જે કમિશનરે ગ્રાહ્ય રાખ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS