મુખ્યમંત્રી રાહત નિધિમાં શિક્ષકો પછી મહેસૂલી કર્મચારીઓ એક દિવસના પગારનો યોગદાન કરશે

  • March 26, 2020 10:51 AM 166 views

ગુજરાત રાયના મહેસૂલી કર્મચારીઓ દ્રારા કોરોનાની મહામારીમાં મુખ્યમંત્રી રાહત નિધિમાં એક દિવસના પગારનો યોગદાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોનાવાયરસ જેવી મહામારીમાં રાય સરકાર, દ્રારા મુખ્યમંત્રી રાહત નીતિની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાયના શિક્ષકો પછી મહેસુલી કર્મચારી મંડળના કર્મચારીઓ એક દિવસના પગારનું યોગદાન આપવાનો નિર્ણય કર્યેા છે.


ગુજરાત રાય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ વિરમ દેસાઈએની યાદીમાં જણાવ્યા અનુસાર. કલેકટર કચેરી મામલતદાર કચેરી તેમજ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા તમામ મહેસૂલી કર્મચારીઓ એક દિવસના પગાર નું યોગદાન આપશે. ગુજરાત રાયના માનનીય મુખ્યમંત્રી રાહત ફડં માં આ રકમ જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.