વિધાનસભાની ચાલુ કાર્યવાહી દરમિયાન મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી

  • March 30, 2021 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભચના ધારાસભ્ય દુષ્યંત પટેલ કોરોના સંક્રમિત

 


ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીકાળ બાદ મહેસુલમંત્રી કૌશિક ભાઈ પટેલની તબિયત ઢીલી પડતા તેઓ ગૃહની ચાલુ કામગીરી છોડીને તેમના નિવાસસ્થાન પર ગયા હતા.

 


મળતી વિગતો મુજબ આજે પ્રશ્નોત્તરીકાળ માં મહેસુલ વિભાગના પ્રશ્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને બેચેની અને ઉલટી ચકકરની અનુભૂતિ થતાં તેઓ વિધાનસભાગૃહ છોડી ગયા હતા અને તુરત જ તેમના નિવાસસ્થાન તરફ જતા રહ્યા હતા અત્રે નોંધવું જરૂરી છે, કે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ તેઓ લાંબા સમયથી ડાયાબિટીસ બ્લડપ્રેશર અને કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા છે અને આજે સવારે મહેસુલ વિભાગના પ્રશ્નો ની ચચર્િ બાદ તેમની તબિયત નાદુરસ્ત લાગતા તેઓ વિધાનસભાગૃહ છોડી ગયા હતા.

 


આ અંગે તેમની કાયર્લિય પર સંપર્ક કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે મંત્રીશ્રીની તબિયત નાદુરસ્ત લાગતા તેઓ તેમના નિવાસ સ્થાને જઈને આરામ કરી રહ્યા છે.
ભરૂચના ધારાસભ્ય

 


દુષ્યંત પટેલ કોરોના સંક્રમિ
વિધાનસભાના સત્ર શરૂ થયાના આજે ત્રીસમા દિવસે બારમા ધારાસભ્ય કોરોના થી સંક્રમિત થયા છે.  ભાજપ્ના ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ કોરોના સંક્રમિત થયા છે.
ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય સંક્રમિત થઈ રહ્યા છે 180 સભ્યોમાંથી અત્યાર સુધીમાં 12 ધારાસભ્ય પોઝિટિવ આવ્યા છે. છેલ્લે આજે દુષ્યંત પટેલ થયાના અહેવાલ વિધાનસભા સૂત્રોમાંથી મળી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS