એક સપ્તાહમા કોરોનાના વળતા પાણી

  • May 25, 2021 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમા રિકવરી રેટમા સતત સુધારો: 86 ટકાનો રિકવરી રેટ 90 ટકાએ પહોચ્યો

 


ગુજરાત રાજ્યમાં કોરોના ના વળતા પાણી શરૂ થઈ ગયા છે બીજી લહેર માં કોરોના ના કેસ માં સતત ઘટાડાની સાથે રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે ગત સપ્તાહે 86 ટકાનો રિકવરી રેટ હતો તે 90 ટકાએ પહોંચ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કોરોના નવા કેસ સામે રિકવર થનારા લોકોની સંખ્યા ખુબ જ મોટી હતી.
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.  24 કલાકમાં 3,187 નવા પોઝિટિવ કેસો મળી આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 45 દર્દીઓના મરણ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં પણ સોમવારે 500થી ઓછા નવા કેસ નોંધાયા છે. જે સૌથી મોટા રાહતના સમાચાર છે.

 


સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવાની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 7,93,657 પર પહોંચી ગયો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં 9,621 રાજ્યના નાગરિકોને ભરખી ચૂક્યો છે.

 


રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધુ 475 કેસો અમદાવાદ જિલ્લાના છે. આ સિવાય વડોદરામાં 455, રાજકોટમાં 275, જૂનાગઢમાં 140, જામનગરમાં 139, ભાવનગરમાં 106 અને ગાંધીનગરમાં 56 કેસ સામે આવ્યાં છે.

 


24 કલાકમાં 3,187 નવા દર્દીઓની સામે 9,305 દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 7,13,065 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ રાજ્યમાં રિકવરી રેટ સુધીને 90.07 ટકા થઈ ગયો છે.કોરોના કેસમાં સતત ઘટાડવાની પ્રક્રિયા ગત સોમવારથી શરૂ થઈ હતી જેની સામે સ્વસ્થ થતા રોગીની સંખ્યામા વધારો થઈ રહ્યો છે.

 


એક સપ્તાહમા રિકવરી રેટમા સુધારો.
તા, 18.- 86.20.ટકા.
તા. 19- 86.78.ટકા.
તા. 20- 87.32.ટકા.
તા. 21- 87.97.ટકા.
તા. 22- 88.57.ટકા.
તા. 23- 89.26.ટકા.
તા. 24- 90.07.ટકા.

 

કોરોનાથી મૃતકના પરિવારને 4 લાખ આર્થિક સહાય તથા 10 હજાર માસિક પેન્શન આપો: કોંગ્રેસ
કોરોના મહામારી પણ એક કુદરતી આફત છે. ભૂકંપ અને પૂર જેવા પ્રસંગોએ અસરગ્રસ્તોને જે રાહત આપવામાં આવે છે, તે રીતે રાજ્યના તમામ કોરોનાથી અસરગ્રસ્ત કુટુંબ કે જેની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેવા સામાન્ય ગરીબ પરિવારને રાહત આપવાની માંગ કરવામાં આવી છે. આ અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી દિપકભાઈ બાબરીયાએ જણાવ્યું છે કે, કોરોના મહામારીમાં મુશ્કેલીમાં મુકાયેલા અને જે પરિવારે તેમના આધાર ગુમાવ્યા છે, તેમને તાત્કાલિક રૂ. 4 લાખની આર્થિક સહાય અને માસિક રૂ. 10,000નું પેન્શન આપવું જોઈએ. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સૂચવ્યા અનુસાર, આવા કુટુંબના બાળકોને નવોદય વિદ્યાલયમાં અને જ્યાં નવોદય વિદ્યાલયની સગવડ ના હોય તેવા વિસ્તારોમાં ગરીબ બાળકોના રાઈટ ટુ એજ્યુકેશનની તરજ પર આ બાળકોના શિક્ષણનો ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS