BREAKING NEWS

ખંભાળિયાના પોશ વિસ્તાર વોર્ડ ૩ના રહેવાસીઓ ગંદકીથી ત્રસ્ત

  • July 16, 2026 12:23 PM 

ખંભાળિયાના પોશ વિસ્તાર વોર્ડ ૩ના રહેવાસીઓ ગંદકીથી ત્રસ્ત

વારંવારની રજૂઆત છતાં તંત્રની નિષ્ક્રિયતા ટીકાસ્પદ

ખંભાળિયા શહેરમાં વોર્ડ નં. ૩ અને વોર્ડ નં. ૭ની વચ્ચેના વિસ્તારમાં સફાઈ અને ગટર વ્યવસ્થાની ગંભીર સમસ્યાએ સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વોર્ડ નં. ૭ વિસ્તારમાં આવેલી ગટરની પાપડી તૂટી જવાને કારણે ગટર બ્લોક થઈ જવા પામી છે. જેના કારણે આસપાસના રહેવાસીઓને ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટર સાફ કરવા માટે સફાઈ કર્મચારીઓ અવારનવાર આવે છે, અને કચરો બહાર ઢગલો કરવામાં આવે છે. પરંતુ ગટરમાંથી બહાર કાઢવામાં આવતો કચરો ઉપાડવાની કામગીરી વખતે વોર્ડ નં. ૩ અને વોર્ડ નં. ૭ના કર્મચારીઓ એકબીજા પર જવાબદારી ઢોળતા હોવાનું સામે આવ્યું છે. પરિણામે ગંદકીના ઢગલા લાંબા સમય સુધી યથાવત રહે છે અને તેનો ભોગ સ્થાનિક લોકોને બનવું પડે છે.

આ ગંભીર મુદ્દે સ્થાનિક રહેવાસીઓએ અનેક વખત સંબંધિત વિભાગ અને નગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં ગટર બ્લોક થવાની મૂળ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ગંદુ પાણી અને કચરાના કારણે વિસ્તારના લોકોમાં રોગચાળાની ભીતિ પણ વધી રહી છે.

સ્થાનિકોએ તંત્રને તૂટેલી ગટર વ્યવસ્થિત કરી, પાપડીનું તાત્કાલિક સમારકામ કરવા, ગટર લાઇનનું યોગ્ય નિરીક્ષણ કરીને કાયમી ઉકેલ લાવવા તેમજ સફાઈ કામગીરીમાં જવાબદારી સ્પષ્ટ કરવા માંગ કરી છે. સ્થાનિક રહીશો આ સમસ્યાનો ત્વરિત ઉકેલ આવે તેવું ઈચ્છી રહ્યા છે. સ્થાનિકોમાં હાલ એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે, આખરે વોર્ડની સરહદ વચ્ચે ફસાયેલી આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application