કોરોના સોસાયટીઓ વધુ ફેલાયો, છેલ્લા 2 મહિનામાં નોંધાયેલા દર્દીમાંથી 90 ટકા બિલ્ડિંગના રહેવાસી માત્ર 10 ટકા દર્દી ઝુંપડપટ્ટીના

  • March 11, 2021 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સંબંધિત નિયમનું ઉલ્લંઘન કરનારા સામે પોલીસમાં ગુનો નોંધાશે

 કોરોનાનો ફેલાવો ગીચ, સાંકડી ગલીમાં રહેલી વસતી અને ઝુંપડપટ્ટી કરતા બિલ્ડિંગમાં વધુ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે મહિનામાં કોરોનાના 23 હજાર બે દર્દીઓ નોંધાયા છે, તેમાંથી 90 ટકા દર્દી બિલ્ડિંગના રહેવાસીઓ હોઈ માત્ર દસ ટકા દર્દી ઝુંપડપટ્ટીના હોવાનું જણાઈ આવ્યું છે. તેથી પ્રતિબંધિત ઈમારત માટેના નિયમો વધુ આકરા કરીને નિયમનું ઉલ્લંઘન કરનારા સામે પોલીમાં પરિયાદ કરવા જેવી પગલાં લેવામાં આવશે.

 


પહેલી ફેબ્રુઆરીથી સામાન્ય નાગરિકો માટે રેલવે સેવા ચાલુ કરવામાં આવી હતી પણ તબક્કાવાર લોકડાઉન હટાવ્યા બાદ સાર્વજનિક સ્થળે લોકોની ભીડ વધવા માંડી છે. તેને કારણે મુંબઈમાં ફરી કોરોનાના દર્દીની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. દરરોજ લગભગ એક હજારથી વધુ દર્દી નોંધાઈ રહ્યા છે અને દર્દી વધવાનો દૈનિક દર 0.32 ટકા પર આવ્યો છે. તેમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા ઈમારતમાં વધુ હોઈ હોવાનું જણાઈ આવ્યું ચે. આ વધારો નિયંત્રણમાં લાવવા માટે પ્રશાસને ફરી આકરા પગલાં લીધા છે. તે મુજબ હોમ કવોરન્ટાઈન અને કોરોના પ્રતિબંધક નિયમનું ઉલ્લંઘન કરનાર ગુના દાખલ કરવાનો નિર્દેશ પાલિકાની તમામ 24 વોર્ડ ઓફિસને આપી દેવામાં આવ્યો છે. તેમજ બિલ્ડિંગમાં કોઈ હોમ કવોરન્ટાઈન હોય અને કોરોના પ્રતિબંધક નિયમનું પાલન કરતું ના હોય તો સંબંધિત હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓએ તેની માહિતી પાલિકાને આપવી પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS