ગુજરાતના બાળરોગ વિભાગના રેસિડેન્ટ ડોક્ટરોને મુંબઈની સંસ્થા દ્વારા તાલીમ અપાશે

  • June 09, 2021 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ મહિનાની તાલીમ માટે સરકારનો આદેશ: કોરોનાની ત્રીજી લહેરની તૈયારી



કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે મુંબઈની સીપીએસ સંસ્થા દ્વારા બાળરોગોના રેસિડેન્ટ ડોક્ટરોને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવેલ અને ગુજરાત સરકારે પોતાના ડોક્ટરોને આ તાલીમમાં મોકલવાનો આદેશ કર્યો છે.

 


ગુજરાત સરકારના તબીબી સેવાઓ વિભાગના અધિક નિયામક દ્વારા આ અંગે તમામ સરકારી હોસ્પિટલોને પરિપત્ર મોકલવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની તૈયારી માટે રાજ્યની જિલ્લા અને સબ જિલ્લા હોસ્પિટલોમાં સી પી એસ મુંબઈ દ્વારા રાજ્ય સરકારના પીજી ડીપ્લોમા ઈન ચાઇલ્ડ હેલ્થના પ્રથમ અને બીજા વર્ષના રેસિડેન્ટ ડોક્ટરોને બાળકોની સારવાર અને પીડીયાટ્રીક આઇસીયુ અને પીડીયાટ્રીક વેન્ટિલેટર ની તાલીમ આ ત્રણ મહિનાના સમયગાળામાં આપવામાં આવશે.

 


આવતીકાલ તારીખ 10 જૂનથી આ તાલીમની શરૂઆત થઈ રહી છે. રેસિડેન્ટ ડોક્ટરોને ત્રણ મહિના માટે તાલીમમાં મોકલવાના રહેશે અને આ સમયગાળા દરમિયાન તેમની રહેવાની વ્યવસ્થા પીડીયાટ્રીક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS