રીઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર મહેશ કુમાર જૈનનો કાર્યકાળ બે વર્ષ લંબાવવામાં આવ્યો

  • June 10, 2021 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર મહેશ કુમાર જૈનનો કાર્યકાળ બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. તેના જાણકારી ખુદ આરબીઆઈએઆપી છે. મહેશ કુમાર જૈનનો ૩ વર્ષનો કાર્યકાળ ૨૧ જૂને સમા થતો હતો. મોદી કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ મંગળારે ૨૨ જૂનથી ૨ વર્ષ માટે ફરીથી નિમણૂંકને મંજૂરી આપી હતી. આજે આરબીઆઈ તરફથી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

 


જૈનની ફરીથી નિમણૂંક સાથે કેન્દ્રએ વાણિિયક બેંકરને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે રાખવાની પરંપરા જાળી રાખી છે. હાલ કેન્દ્રીય બેંકમાં ચાર ડેપ્યુટી ગવર્નર છે. અન્ય ત્રણ ડેપ્યુટી વર્નરમાં માઈખલ ડી પાત્રા, એમ રાજેશ્વર રાવ અને ટી શંકર છે. આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નર બનતાં પહેલા મહેશ કુમાર જૈન આઈડીબીઆઈ બેંકમાં મેનેજિંગ ડાયરેકટર અને સીઈઓ રહી ચુકયા છે. મહેશ કુમાર જૈનને મોદી સરકારે ૪ જૂન ૨૦૧૮ના રોજ ત્રણ વર્ષ માટે આરબીઆઈના ડેપ્યુટી ડાયરેકટર તરીકે વરણી કરી હતી.


બેંકિંગમાં ત્રણ દાયકાથી વધારેનો અનુભવ ધરાવતાં જૈન માર્ચ ૨૦૧૭માં આડીબીઆઈ બેંકમાં એમડી બન્યા હતા. મહેશકુમાર જૈન એકિઝમ બેંક, એનઆઈબીએમ અને આઈબીપીએસના બોર્ડમાં રહી ચુકયા છે. એટલું જ નહીં બેકિંગ સેકટરને લઈ બનેલી અનેક કમિટીમાં પણ મહત્વની ભૂમિકામાં રહ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application