જામનગરમાં ૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨ દર્દીના રિપોર્ટ કોરોના પોઝીટીવ

  • March 30, 2023 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં ધીરે-ધીરે કોરોના વકર્યા બાદ હવે ચોરબેડી અને હાપાના  યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, ખાનગી હોસ્પિટલના એક કર્મચારી સહિત ત્રણ મહીલાનો રિપોર્ટ થઇ કુલ ૬ દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે, હાલમાં ૧૮ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને ગઇકાલે ૮૮ સેમ્પલ લેવામાં આવ્યા હતાં.


શહેરમાં કોરોના ધીમે-ધીમે વધી રહ્યો છે, ખાનગી હોસ્પિટલમાં કામ કરતી એક મહીલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેણીને હોમ આઇસોલેશન કરવામાં આવી છે જયારે એક દર્દીને જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત પાર્ક કોલોની વિસ્તારમાં ૫૩ વર્ષની પ્રોઢા જયારે ગ્રામ્ય વિસ્તારમાં બે મહીલા અને બે પુરૂષના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યા છે, વર્ણા પંથકના ૩૨ વર્ષના યુવાન, હાપા પંથકના ૩૦ વર્ષના યુવાન, દરેડ પંથકની એક યુવતિ અને ચોરબેડી પંથકના ૬૩ વર્ષના વૃઘ્ધનો રિપોર્ટ પણ આમ બે દિવસમાં ૬ દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. 


અત્યાર સુધીમાં ૭૬૨૪૮૭ લોકોના સેમ્પલ લેવાયા છે, પ્રથમ ડોઝ લેનાર ૫૭૫૧૩૨ તેમજ બીજો ડોઝ લેનાર ૫૨૪૪૩૭ અને પ્રીકોશન ડોઝ લેનાર ૧૨૨૩૨૫ લોકોના સમાવેશ થાય છે, મહાપાલિકા દ્વારા હજુ વધુ ટેસ્ટીંગ વધારવાની જરૂર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application