વારેવારે હેડકી આવે છે ? તો આ ઉપાય કરો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

હેડકી આવી એક ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે હેડકી આવે છે ત્યારે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ હોય છે. શરીરનો ડાયફ્રામના કારણે વારેવારે એડકી આવતી હોય છે.

 

Diaphragm છાતીને પરથી અલગ કરનાર એક માંસપેશી છે. તેની ભૂમિકા શ્વાસ લેવાની પ્રક્રિયામાં મહત્વની હોય છે. જ્યારે તે સંકોચાય છે ત્યારે હેડકી આવા લાગે છે જોકે ક્યારેક હેડકી આવવાના કારણ ફટાફટ ભોજન કરવું કે પછી તીખું લાગવું પણ હોઈ શકે છે.


હેડકી સતાવી રહી હોય તો ૧ ચમચી ખાંડ મોઢામાં મૂકી દો તેના કારણે એડકી તરત જ અટકી જશે.

 

હેડકી પછી તમારું ધ્યાન ભટકાવવા માટે ઉંધી ગણતરી શરૂ કરી દો જેથી ધ્યાન બીજી બાજુ જવાથી પણ હેડકી અટકી જશે.

 

એક સંશોધન પ્રમાણે ધ્યાન કરવાથી પણ અટકી અટકી જાય છે, આ માટે પોતાની મુઠ્ઠી બંધ કરી દો અને નર્વસ સિસ્ટમ પરથી ધ્યાન હટાવી દો, આ રીતે પણ હેડકી અટકી જશે.

 

હેડકી રોકાવાનું નામ નથી લઈ રહી હોયતો ઊંડા શ્વાસ કરો અને પછી કેટલીક સેકન્ડ માટે રોકી લો, સંશોધકોના જણાવ્યા પ્રમાણે ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ ભરાઈ જાય છે ત્યારે diaphragm બહાર આવે છે એવામાં હેડકી અટકી જાય છે.

 

હેડકી રોકવા માટે નાક બંધ કરો અને પાણીનો ટુકડો મોઢામાં ભરી રાખો, અને પછી પી જાઓ આ રીતે કરવાથી પણ એડકી બંધ થઈ જશે.

 

હેડકી આવવી એ સામાન્ય બાબત ગણવામાં આવે છે પરંતુ વારેવારે હેડકી આવે અને કેટલીક કલાકો સુધી આવે ત્યારે તે ખતરનાક નીવડી શકે છે. હેડકીની સાથે જો તાવ, દુખાવો અને પીત જેવી સમસ્યા હોય અને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હોય તો ડોક્ટરને જરૂર દેખાડવું જોઈએ તેમાં મોડું કરવું જોઈએ નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS