BREAKING NEWS

જામનગરમાં કેનાલ-પુલમાંથી વરસાદી પાણીને અવરોધરૂપ માટી-બાવળ દૂર કરો

  • June 23, 2026 01:13 PM 

જામનગરમાં કેનાલ-પુલમાંથી વરસાદી પાણીને અવરોધરૂપ માટી-બાવળ દૂર કરો

તાકીદ: મનપાના કમિશ્ર્નરે શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરીનું નિરીક્ષણ કરી સંબધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર સૂચનાઓ આપી

મોહનનગર, ગુલાબનગર, કાલાવડનાકા બહાર અને મહાપ્રભુજી બેઠક પાસેના વિસ્તારોમાં આવેલા બેઠાપુલ, કેનાલોમાં કચરા, બાવળની ફરિયાદો ઉઠી હતી

જામનગરમાં મહાપાલીકાના કમિશ્ર્નરે પ્રિ-મોન્સુન કામગીરીનું નિરીક્ષણ કરી કેનાલ અને પુલમાંથી વરસાદી પાણીને અવરોધરૂપ માટી-બાવળ તાકીદે દૂર કરવા સંબધિત અધિકારીઓને સ્થળ પર સૂચનાઓ આપી હતી. મોહનનગર, ગુલાબનગર, કાલાવડનાકા બહાર અને મહાપ્રભુજી બેઠક પાસેના વિસ્તારોમાં આવેલા બેઠાપુલ, કેનાલોમાં કચરા, બાવળની ફરિયાદો સ્થાનિક નગરસેવકોએ કરી હતી.

જામનગર શહેરમાં હજુ વિધિવત ચોમાસાનું આગમન થયું નથી. જો કે, પાંચેક દીવસ પહેલા વેસ્ટર્ન ડીર્સ્ટનબન્સના કારણે શહેરમાં અડધી કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડયો હતો. આટલા વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મહાનગરપાલીકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે વધુ એક વખત ગંભીર સવાલો ઉઠયા હતાં. આટલું જ નહીં વોર્ડ નં.૧૧ના નગરસેવકોએ પણ આ વોર્ડના વિસ્તારોમાં કેનાલો અને બેઠાપુલમાં માટી, બાવળ સહીતના કચરાના કારણે વરસાદી પાણી ભરાતા હોવાની ફરિયાદો કરી હતી. આથી મહાનગરપાલીકાના કમિશ્ર્નર દીપેશ કેડીયાએ ગઇકાલે સાંજે વોર્ડ નં.૧૧ સહીત અન્ય વિસ્તારોમાં ચાલતી પ્રિ-મોન્સુન કામગીરીનું સરપ્રાઇઝ ચેકીંગ કર્યુંં હતું. આ સમયે મનપાના સંબધિત વિભાગના અધિકારીઓ અને નગરસેવકોને પણ સાથે રાખ્યા હતાં. 

મનપાના કમિશ્ર્નરે મોહનનગર, ગુલાબનગર, મહાપ્રભુજીની બેઠક, કાલાવડ નાકા બહાર સહીત અન્ય વિસ્તારોમાં આવેલા બેઠા પુલ અને કેનાલોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમ્યાન તેમણે કેનાલ અને પુલમાં અવરોધ‚પ બાવળ અને માટી સહીતનો કચરો તાકીદે દૂર કરવા સંબધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર સૂચનાઓ આપી હતી. અત્રે નોંધનીય છે કે, ગુબાલનગર વિસ્તારમાં પોલીસ ચોકી  નજીક ટેકરા પર અનઅધિકૃત ઝૂંપડાના ખડકલા થયા છે. આ દૂર કરવા પણ માંગ ઉઠી છે. જો કે, મહાનગરપાલીકા દ્વારા ઝૂં૫ડા દૂર કરવા નોટીસો ફટકારવામાં આવી છે. ત્યારે ઝૂંપડા કયારે દૂર થશે તે જોવાનું રહ્યું. બીજી બાજુ શહેરમાં કેનાલો અને પુલમાં હજુ પણ પ્રિ-મોન્સુન કામગીરીમાં લોલંમલોલની ફરિયાદો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉઠી છે. કારણ કે, પોણો ઇંચ વરસાદમાં કેનાલો કચરાથી ભરાયેલી હોય છલકાતા ઘણા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હતાં. આથી આ અંગે નકકર કાર્યવાહી કરી આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે પગલાં લેવા આજના સમયની માંગ બની છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application