જૂનાગઢ વિવેકાનંદ ગ્રાઉન્ડ પાસેથી કચરા ડમ્પિંગ તાત્કાલીક હટાવો

  • March 10, 2021 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડમાં ડમ્પિંગ સાઇટ હટાવી ક્રિકેટ પ્રેમીઓ અને મોકળું મેદાન કરવા તેમ જ વડાપ્રધાનનું ફીટ ઇન્ડિયા સૂત્રને અમલમાં લાવવા સામાજિક આગેવાન ખમીરભાઈ મજમુદારની કમિશનરને પત્ર પાઠવી કરાઈ રજૂઆત કરાઇ હતી.


જૂનાગઢમાં ક્રિકેટ પ્રેમીઓ માટે  નામ પૂરતા માત્ર એક જ એવા સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ બહાર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર અને રસ્તા ખોદાણ ના સી એન ડી વેસ્ટની ડમ્પિંગ સાઇટ ઉભી કરવામાં આવી છે જેને પગલે ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે તો દરરોજ મોટી સંખ્યામાં શહેરના યુવાઓ ક્રિકેટ રમવા વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે આવતા હોય તો આ ઉપરાંત ગ્રાઉન્ડની અંદર જોગિંગ અને વોકિંગ કરવા માટે પણ મોટી માત્રામાં શહેરીજનો આવતા હોય છે જેને લઇ ખડકાયેલા ગંદકીના ગંજ ને પગલે આરોગ્ય ને હાનિકારક હોય અને યુવાઓને ક્રિકેટ રમવામાં ડમ્પિંગ સાઇટ નડતરરૂપ હોય શહેરીજનો અને યુવાઓ નું આરોગ્ય જોખમાય તે પહેલા આ ડમ્પિંગ સાઇટ નો કચરો દૂર કરવા યુવા સામાજીક આગેવાન ખમીર ભાઈ મજમુદારે કમિશનરને પત્ર પાઠવી માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ક્રિકેટ પ્રેમીઓ માટે ક્રિકેટ રમવા માટે માત્ર એક જ ગ્રાઉન્ડ હોય ગ્રાઉન્ડ બહાર ખડકાયેલા કચરાના ગંજની પગલે કોર્પોરેશનની પ્રતિષ્ઠા પણ ખરડાઈ રહી છે તેમ જ યુવાઓના આરોગ્ય પણ જોખમકારક થઈ રહ્યું છે તો બીજી તરફ ક્રિકેટ રમવા માટે જગ્યાનો પણ અભાવ ખડકાયેલા ગંજ ને કારણે જોવા મળી રહ્યો છે.


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ફીટ ઇન્ડિયા સૂત્ર અને યુવાનોમાં પોતાની ફિટનેસ માટે જાગૃતતા આવે તે માટે મુક્યું છે તો બીજી તરફ જૂનાગઢ સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે રમતના ગ્રાઉન્ડ પાસે જોવા મળતી ડમ્પિંગ સાઇટના કચરાના ગંજ ને પગલે વડાપ્રધાનનું ફીટ ઇન્ડિયા સૂત્ર કાગળ પર જ લાગી રહ્યું છે જેને પગલે શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આગળ ડમ્પીંગ સાઈટ ને દુર કરવા અને મહાનગર પાલિકા દ્વારા શહેરના ક્રિકેટપ્રેમીઓને ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડ વધુ ખુલ્લું રહે તે માટે તાત્કાલિક યુદ્ધના ધોરણે ડમ્પિંગ સાઇટ દૂર કરવા ખમીર ભાઈ મજમુદારે પત્ર પાઠવી માંગ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS