વર્તમાન સમયમાં સાધન સંપન્ન પરિવારમાં ઘરની અંદર ગૃહિણીઓ જે કામકાજ કરે છે, તેમાં શારીરિક શ્રમનો અભાવ હોય છે, આ ઉપરાંત જે સ્ત્રીઓ નોકરીયાત હોય છે તેઓને તો શારીરિક શ્રમ બિલકુલ વધતું નથી તેમજ બેઠાડું જીવન હોય છે આવા સમયે સ્ત્રી હોય કે પુરુષ હોય પરંતુ શારિરીક શ્રમ ઓછો પડતો હોય ત્યારે પેટની ચરબી વધી જવી તે સાવ સામાન્ય બાબત ગણાય છે. પેટની ચરબી ઘટાડવી હોય તો તેના માટે આ ઉપાય અજમાવશો તો પેટની ચરબી ઉતરી જશે.
ઉપવાસ
જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.
યોગ
કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.
યોગ્ય આહાર
જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તમને તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી જોઇએ. સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી ખાઓ તેનાથી પણ તમને ટ્રીમ થવામાં મદદ મળશે.
મધનું સેવન
મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.
ગ્રીન ટીનું સેવન
તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.
રોજીદા ચાલવું
તમારે કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે થોડીવાર ફરવા જવું અને રાત્રે જમ્યા બાદ પણ ચાલતા ફરવા નીકળવું જોઇએ. આનાથી તમને વધારાની કેલરી બાળવામાં મદદ મળશે અને પેટ-કમરની વધારાની ચરબી ઓછી થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On ApplicationRam Navami 2021 : રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને આપી રામનોમની શુભેચ્છા
April 21, 2021 10:52 AMભચાઉ : છાડવારમાં રિક્ષા પર ઝાડ પડતાં એક બાળક અને એક મહિલાનું મોત
April 21, 2021 10:49 AMઓકિસજનની સરળ ઉપલબ્ધિ ઉપર સરકારની ચાંપતી નજર: કંટ્રોલરૂમ શરૂ
April 21, 2021 10:43 AMઆર્મી હોસ્પિટલોમા કોરોનાના દર્દીઓની સારવાર માટે આજે બેઠક
April 21, 2021 10:36 AMઅમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે
April 21, 2021 10:32 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech