નવરાશના સમયમાં કરી લો આ એક કામ, દૂર થઈ જશે ત્વચાની કાળાશ

  • April 01, 2020 12:43 PM 1236 views

 

લોકડાઉન 14 એપ્રિલ સુધી ચાલનાર છે. તેવામાં દરેક પાસે હજી પણ 14 દિવસનો સમય છે કે જેમાં તેઓ પોતાની જાતની સંભાળ રાખી શકે છે. સામાન્ય રીતે યુવતીઓને અભ્યાસ, નોકરી કે ઘરના કામમાંથી ફુરસદ મળતી નથી કે તે પોતાનું ધ્યાન રાખી શકે. પરંતુ હાલ જ્યારે લોકડાઉનનો સમય છે ત્યારે આ કામ કરી શકાય છે. 

 

ઉનાળાની શરુઆત થઈ ચુકી છે તેવામાં દરેક યુવતીને સ્લીવલેસ અને શોર્ટ પહેરવાનું મન તો થશે જ... જો કે આ કપડા પહેરવામાં સૌથી મોટી બાધા બને છે અંડર આર્મ્સ, કોણી અને ઘુંટણની કાળી પડેલી ત્વચા. આ ત્વચાના કારણે સંકોચ અનુભવવો પડે છે. જો કે કેટલીક યુવતીઓ તેની પરવા કર્યા વિના સ્લીવલેસ પહેરે પણ છે. પરંતુ આમ કરવા કરતાં આ 2 સપ્તાહના સમયમાં તમે આ સરળ ઉપાય કરી અને તમારી ત્વચા પરની કાળાશને દૂર કરી શકો છો. 

 

તેના માટે તમારે જરૂર પડશે ફુદીનાના પાન અને લીંબુની. આ બંને વસ્તુઓમાં ખાસ ગુણધર્મો હોય છે જે ત્વચાની કાળાશને દૂર કરે છે. તેના માટે એક કપ પાણી ઉકળવા મુકો. તેમાં ફુદીનાના પાન ઉકાળો. પાણી અડધુ થાય ત્યારે આ ઉકાળેલા પાનની પેસ્ટ બનાવી તેને ઠંડુ થવા દો. હવે આ પેસ્ટમાં અડધા લીંબુનો રસ ઉમેરી રુની મદદથી કાળી પડેલી ત્વચા પર તેને લગાવો. જો ત્વચા વધારે કાળી હોય તો આ ઉપાય નિયમિત કરો.  બે સપ્તાહમાં તમારી કાળી ત્વચાની ફરિયાદ કાયમ માટે દૂર થઈ જશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application