ઉર્વશી રૌતેલા શૂટિંગ દરમિયાન પાણીમાં પડી ધડામ કરતી, હસવા લાગ્યો રેમો ડિસુઝા

  • May 03, 2021 08:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબી સિંગર ગુરુ રંધાવા અને ઉર્વશી રૌતેલાનું નવું ગીત 'ડૂબ ગયે' લોકોને ખૂબ પસંદ પડ્યું છે. આ ગીતને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે. જો કે આ ગીતના શૂટિંગ દરમિયાન ખરેખર ઉર્વશી ડુબી જાય તેવી ઘટના બની હતી.

 

 

ગીતના શૂટિંગ દરમિયાન ઉર્વશી અને ગુરુ રંધાવા દરિયા કિનારે ઊભા હતા અને અચાનક ઉર્વશી પાણીમાં પડી જાય છે. જો કે ગુરુ તેને પકડી રાખે છે અને ફરીથી ઊભી કરી દે છે. પરંતુ આ દ્રશ્ય જોઈ રેમો ડિસુઝા હસી પડે છે. ઉર્વશીએ આ ગીતના શૂટિંગ સમયનો એક વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. 

 

 

ઉર્વશી રૌતેલાએ અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે કાળા ડ્રેસમાં બીચ પર ફરતી જોવા મળી રહી છે. અભિનેત્રીના ચાહકો આ સ્લો મોશન વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS