સુશાંતને યાદ કરી અંકિતા લોખંડેએ સ્ટોરીમાં શેર કર્યા ખાસ ફોટો અને વીડિયો

  • June 15, 2021 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

14 જૂને સુશાંતસિંહ રાજપૂતનાં અવસાનના સમાચારથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. સુશાંતના ચાહકો માટે 14 જૂનની તારીખ સૌથી ખરાબ છે. સુશાંતના ચાહકો તેને ખૂબ યાદ કર્યો હતો. તેના કારણે અભિનેતાના નામનું હેશટેગ સવારથી જ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી તમામ તેની પ્રથમ પુણ્યતિથિ પર તેને યાદ કર્યો હતો. અભિનેતાની આત્માની શાંતિ માટે અંકિતા લોખંડેએ તેના ઘરે હવન કર્યો હતો. આ સાથે જ અંકિતાએ સુશાંત સાથેની તેની સફરની ઝલક દેખાડતા વીડિયો પણ શેર કર્યા છે. 

 

સુશાંત સિંહ રાજપૂતની પહેલી પુણ્યતિથિ પર અભિનેત્રી અંકિતા લોખંડેએ તેના ઘરે હવન કર્યો હતો. અંકિતાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી હતી, જેમાં તેણે તેના ઘરે રાખેલ હવનની ઝલક દેખાડી હતી. વીડિયોમાં હવન કુંડમાં પવિત્ર અગ્નિ જોવા મળી રહ્યો છે. આ સાથે જ અંકિતાએ સુશાંતના નામે દીવો પણ પ્રગટાવ્યો છે. અભિનેત્રીએ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયાથી બ્રેક લીધો હતો. પરંતુ 14 જૂને અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કમબેક કર્યું અને નવી તસવીરો શેર કરી હતી.


 

આ પહેલા પણ અંકિતાએ એક પોસ્ટ શેર કરી હતી. અંકિતાએ શેર કરેલી તસવીરમાં તે સમુદ્રની પાસે ઉભા રહી આકાશ તરફ જોતી નજર આવી હતી. અંકિતાએ આ તસવીરનું કેપ્શન લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેણે કેપ્શન આપ્યું હતું કે, 'અંતરથી કોઈ ફરક પડતો નથી, કારણ કે દિવસના અંતે આપણે બધા એક જ આકાશ હેઠળ છીએ'. અભિનેત્રી આ પોસ્ટ દ્વારા સુશાંતના ચાહકોને ખાસ સંદેશ આપી રહી હતી.

 


જણાવી દઈએ કે, 'પવિત્ર રિશ્તા'માં માનવ અને અર્ચનાની ભૂમિકામાં સુશાંત અને અંકિતા જોવા મળ્યા હતા અને રાતોરાત સ્ટાર્સ બની ગયા હતા. એકતા કપૂરનો આ શો એક સૌથી સફળ ટીવી શો છે. તેમની કેમેસ્ટ્રી હજી પણ તેમના ચાહકોના મનમાંથી ગઈ નથી.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS