હવે રેમડેસિવર ઇન્જેકશન તમામ સરકારી સિવિલ, જનરલ,મેડીકલ કોલેજના નિર્ધારિત ભાવે મળશે

  • April 12, 2021 07:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં રેમડેસીવિર ઇન્જેક્શન માંગ વધવાની સાથે ઇન્જેક્શન વિતરણમાં અંધાધૂંધી અને લાંબી લાઈનો લાગવાના પરિણામે સરકારને નવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી જેના પગલે રાજ્ય સરકાર દ્વારા હવે તમામ સિવિલ જનરલ હોસ્પિટલને સરકારી મેડિકલ કોલેજોમાં ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 રાજ્યની તમામ ખાનગી કોવીડ કેર સેન્ટર ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને વ્યાજબી ભાવે રેમડેસિવર જેક્સન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ અંગે વિધિવત પરિપત્ર કરીને તો 100 એમ જી નો જથ્થો જિલ્લા તબીબી અધિકારી ,સહ સિવિલ સર્જન સિવિલ હોસ્પિટલ, સુપ્રિટેન્ડન્ટ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોમાંથી મેળવવાનો રહેશે. આ વ્યવસ્થા ખુલ્લા બજારમાં રેમડેસીવીરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી અમલી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 


આ ઈજેક્શનનો ભાવ પણ સરકારે નક્કી કરી દીધો છે.કેડી આના 668.42,હેલટરો કેર ના 1828નો ભાવ 100 એમ.જી.નો ભાવ નક્કી કરવામા આવ્યો છે. ઇન્જેક્શન ખાનગી કોવીડ હોસ્પિટલ દ્વારા પડતર ભાવે આપતી વખતે સરકારી એકમમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન તથા કેસ હિસ્ટ્રી સાથે દર્દી નો આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અથવા જરુરી પુરાવાની નકલ મેળવવાની રહેશે આ ત્રણેય બાબતો સરકારી એકમ જીએમએસસીએલ.ને પરત મોકલવાની રહેશે.

 


આ વિતરણ વ્યવસ્થા વેચાણ કરતી સુચના રાજ્યની તમામ સરકારી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડેન્ટ ખાનગી મેડીકલ અને હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને મોકલી આપવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS