રાજકોટ : જાન્યુઆરીમાં દીકરાનું થયું મોત અને જુલાઈમાં સાસુ-સસરાએ પુત્રવધુના કરાવ્યા બીજા લગ્ન, માતાપિતા બની કર્યું કન્યાદાન

  • July 15, 2021 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે બદલાતા સમય સાથે લોકોની વિચારધારા પણ બદલાઈ રહી છે. મોટાભાગના લોકો ઘરની પુત્રવધુને દીકરી જ માને છે અને તેમને દીકરીની જેમ રાખે પણ છે. આ વાતનો પુરાવો આપતી અને સમાજમાં અન્ય પરીવાર માટે ઉદાહરણરૂપ પ્રસંગ રાજકોટમાં લેવાયો હતો. જેમાં સાસુ-સસરાએ માતાપિતા બની અને પુત્રવધુના બીજા લગ્ન કરાવ્યા છે. 



રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ધીરુભાઈ જેઠવાના ઘરે પુત્રવધુના લગ્નનો પ્રસંગ યોજાયો હતો. તેમનો પુત્ર મુકેશ એક કારખાનામાં કામ કરતો હતો અને તેના લગ્ન મહારાષ્ટ્રના જયાબેન સાથે થયા હતા. સુખી દાંપત્યજીવન જીવતા મુકેશ અને જયાબેનને બે સંતાનો છે. પરંતુ 28 વર્ષીય જયાબેન પર આભ ત્યારે તુટી પડ્યું જ્યારે પતિનું અકાળે અવસાન થયું. ગત જાન્યુઆરી માસમાં મુકેશભાઈનું અવસાન થયું હતું. માતાપિતા પહેલા જ ગુમાવી ચુકનાર જયાબેનના પતિનું નિધન થતાં તેના પર જે દુખનો ડુંગર તુટી પડ્યો તે જોઈને તેના સાસુ-સસરાએ નક્કી કરી લીધું કે તેઓ પુત્રવધુના બીજા લગ્ન કરાવશે અને માતાપિતા બની તેનું કન્યાદાન કરશે. 


પુત્રના લગ્નના આઘાતમાં હોવાની સાથે ધીરુભાઈ જેઠવાએ પિતા બની પુત્રવધુના ભવિષ્ય વિશે વિચાર્યું અને તેના માટે યોગ્ય જીવનસાથી શોધ્યો. જયાબેનના બીજા લગ્ન અમદાવાદના પરેશભાઈ વાઢેર સાથે નક્કી થયા. બંનેના પરીવારના અને વર-કન્યાની હા થતાં જયાબેનના બીજા લગ્ન પરેશભાઈ સાથે કરવામાં આવ્યા. 

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS