ભાવનગર : પેપર લીક પ્રકરણે ઝડપાયેલ ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત ત્રણ શખ્સોના રવિવાર સુધી રીમાન્ડ મંજૂર

  • April 06, 2023 12:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

આ પ્રકરણે ફરાર કોલેજીયન વિદ્યાર્થીનીને ઝડપી લેવા એલસીબી સહિતની ટીમો મેદાને ઉતરી


એમ કે ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હાલમાં વિવિધ ફેકલ્ટી ની પરીક્ષાઓ લેવાઈ રહી છે ત્યારે ગત શનિવારે જી એલ કાકડીયા કોમર્સ કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત ત્રણ વિદ્યાર્થીઓ એ પેપર લીક કર્યું હતું જે અંગે થયેલી પોલીસ ફરિયાદ ના અંતે પોલીસે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત ત્રણ આરોપીઓની ધડપકડ કરી હતી જેને આજરોજ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીઓના રવિવાર સુધી રીમાન્ડ મંજૂર કર્યાં છે.


સમગ્ર સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચાવનાર ભાવનગરની જી એલ કાકડીયા ઓફ કોમર્સ કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી તથા વિદ્યાર્થી અજય લાડુમોર વિવેક મકવાણા અને વિદ્યાર્થીની સૃષ્ટિ ખોરડાએ આયોજન બધ્ધ રીતે બીકોમ ફેકલ્ટી માં એકાઉન્ટ વિષયનું પેપર લીક કર્યું હતું આ અંગે ની વાત વાયુવેગે વાઈરલ થતાં સફળા જાગેલા યુનિવર્સિટી સત્તાધીશો એ પ્રિન્સિપાલ સહિતનાઓ વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ઈન્ચાર્જ આચાર્ય અમિત ગલાણી વિદ્યાર્થી અજય લાડુમોર તથા વિવેક મકવાણા ની ધડપકડ કરી હતી પરંતુ વિદ્યાર્થીની સૃષ્ટિ ખોરડા ફરાર હોય જેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી દરમ્યાન ઝડપાયેલા શખ્સોને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રીમાન્ડ ની માંગ કરતાં કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે આ અંગે પોલીસે જણાવ્યું હતું કે રીમાન્ડ દરમ્યાન પેપરલીક પ્રકરણે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે તેમજ આ પ્રકરણે અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ તે તથ્ય પણ ઉજાગર થશે જયારે વિદ્યાર્થીની સૃષ્ટિબેન ખોરડા ને ઝડપી લેવા એલસીબી તથા એ-ડીવીઝન સહિતનો સ્ટાફ શોધખોળ માં છે અને આ વિદ્યાર્થીની પણ ઝડપાઈ જાય એવી શકયતા નકારી શકાતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application