કંડલા બંદરથી રાજસ્થાન જતા ટ્રકમાંથી પેટકોક અને કોલસો ચોરી કરવાના કોભાંડનો પર્દાફાશ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૧૨ ઇસમોને ઝડપી લઈને ૧૫૮૪ ટન પેટકોક, ૫૦૦ ટન કોલસા ઉપરાંત છ વાહનો અને ૧૭ મોબાઈલ સહીત ૩.૫૭ કરોડનો મુદામાલ જ કર્યેા હતો જે આરોપીઓને કોર્ટમાં રજુ કરતા છ દિવસના રિમાન્ડ મંજુર થયા છે
એસએમસી ટીમે મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક પેટ્રોલ પપં ખાતે રેડ કરી હતી યાં કંડલા બંદરથી ટ્રકમાં રાજસ્થાન તરફ મોકલવામાં આવતા પેટકોક અને કોલસાની ચોરી કરવાના કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો સ્થળ પરથી ૧૫૮૪ ટન પેટકોક કીમત ૨,૦૫,૯૨,૦૦૦ કોલસો ૫૦૦ ટન કીમત ૪,૮૦,૦૦૦ રોકડ ૨,૪૧,૧૭૫ મોબાઈલ ફોન નગં ૧૭ કીમત ૩.૫૦ લાખ, બે ટ્રેલર કીમત ૮૦ લાખ, ૨ લોડર મશીન કીમત ૧૫ લાખ, ૪ કાર કીમત ૨૫.૫૦ લાખ સહીત કુલ ૩,૫૭,૧૩,૧૭૫ નો મુદામાલ જ કર્યેા હતો
એસએમસી ટીમે સ્થળ પરથી આરોપી ભાવેશ પ્રાણજીવન શેરશીયા, જયદેવ કરશનભાઈ ડાંગર, મયુરરાજસિંહ સુખદેવસિંહ જાડેજા, સારગં સુરેશભાઈ ગાંભવી, ભીખ વનરાવનભાઈ ઠક્કર, જયદીપગીરી ભરતગીરી ગૌસ્વામી, ગુડ્ડત્પ ભૂધનરાય યાદવ, રાહત્પલ બનારસીરાય યાદવ, સંજુ કિશનભાઈ નીનામા, વિપુલ પાંસુભાઈ પરમાર, દીપક પ્રભાતભાઈ આહીર અને કિશોર એમ ૧૨ આરોપીને ઝડપી લીધા હતા અને આરોપીઓ વિદ્ધ તાલુકા મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા આગામી તા. ૧૩ સુધીના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે જે રિમાન્ડ દરમિયાન ફરાર આરોપીઓ અંગે સઘન પૂછપરછ કરાશે તેમજ કોલસા ચોરી કોભાંડની ઐંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech