ધર્મપ્રેમી જનતા હવે હેલિકોપ્ટરથી જાત્રા કરી શકશે

  • March 03, 2021 04:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની જનતાએ ચૂંટણીમાં ભાજપ્ને હેટ્રીક વિજયની ભેટ આપી છે ત્યારે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે પણ જાણે રીટર્ન ગીફટ આપી હોય તેમ ભાવિક જનતાને રાજી કરી દીધી છે અને અલગ અલગ ધર્મસ્થાનો પર દર્શન કરવા માટે જતાં લોકો માટે ભારે મોટી સુવિધાની જાહેરાત કરી છે. રાજયમાં આવેલા ધાર્મિક, ઐતિહાસિક અને પૌરાણીક મહત્વ ધરાવતા યાત્રાધામોના સર્વાંગી વિકાસ અને યાત્રાળુઓને પ્રાથમિક સુવિધા આપવા માટેના વિવિધ કામો હાથ ધરવા.154 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પાવાગઢ-માંચીના સર્વગ્રાહી વિકાસ માટે.31 કરોડના પ્રોજેકટનું આયોજન છે.

 

નારાયણ સરોવર-કચ્છના વિકાસ માટે આગામી વર્ષોમાં.30 કરોડના પ્રોજેકટનું આયોજન કરવામાં આવ્યું છે તો શ્રીમાતાનો મઢ-કચ્છના વિકાસનો માસ્ટર પ્લાન બનાવી આગામી વર્ષોમાં.25 કરોડના પ્રોજેકટનું આયોજન છે.

 


પ્રસિધ્ધ યાત્રાધામ બહચરાજીના વિકાસ માટે.10 કરોડની જોગાઇ કરવામાં આવી છે તથા કંથારપુર વડ, જિલ્લો ગાંધીનગરના વિકાસ માટે.10 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. નિતિનભાઇ પટેલે આજે રજૂ કરેલા ગુજરાતના બજેટમાં હેલિકોપ્ટરથી જાત્રા કરવાની સુવિધાનું એલાન કર્યું છે. સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીરમાં હેલીપોર્ટ બનાવવામાં આવશે અને દર્શન કરવા જાત્રા કરતા પરિવારોને હેલીકોપ્ટરથી જાત્રા કરવાનો લાભ મળશે. ધર્મપ્રેમી જનતા માટે નિતિનભાઇ પટેલે આજ સુધી જાહેર ન થઇ હોય તેવી આ યોજનાનું એલાન કરીને ધાર્મિકજનોને રાજીના રેડ કરી દીધા છે. આ માટે ગુજરાત સરકાર કરોડો પિયાનો ખર્ચ કરવાની છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS